સંજય રાઉતનું નિવેદન: કેન્દ્રિય તપાસ એજન્સીઓને મોકલીને કેન્દ્ર સરકાર મુંબઈ પોલીસનું મનોબળ તોડી રહી છે
મુંબઇ: દક્ષિણ મુંબઈ સ્થિત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા બહાર વિસ્ફોટકો ભરેલી SUV મળવાના કેસમાં મુંબઈ પોલીસના અધિકારી સચિન વાજેની ધરપકડ થતા રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ અને શિવસેનાના નેતા સંજય રાઉતે આ અંગે નિવેદન આપ્યું છે. ગૃહપ્રધાન અનિલ દેશમુખે કહ્યું હતું કે, NIA અને ATS મુકેશ અંબાણીના ઘરની સામેથી વિસ્ફોટકો સાથે મળી આવેલી સ્કોર્પિયો કાર તેમજ મનસુખ હિરેનની હત્યાની તપાસ કરી રહી છે. જ્યારે, શિવસેનાનાં નેતા સંજય રાઉતે કહ્યું કે, 'જે કેન્દ્રીય એજન્સીઓને તપાસ સોંપવામાં આવી છે. અમે તેમનું સ્વાગત કરીએ છીએ, પરંતુ ઇરાદાપૂર્વક આવી એજન્સીઓને તપાસ સોંપીને મુંબઈ પોલીસનું મનોબળ તોડવામાં આવ્યુ હોય તેમ લાગી રહ્યું છે.'