લોકસભામાં અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકીએ બોદ્ધ ધર્મ સ્થળોને વિકસાવવાની માગ કરી - અમદાવાદ પ્રશ્ચિમના સાંસદ કિરિટ સોલંકી
નવી દિલ્હી: અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરિટ સોલંકીએ લોકસભામાં અજીબ માગણી રાખી હતી. તેમણે બોદ્ધ ધર્મસ્થળોને વિકસાવવાની માંગ કરી હતી. સાંસદે કહ્યું કે, બોદ્ધ ધર્મનો જન્મ ભારતમાં થયો હતો અને આજે સમગ્ર વિશ્વનો સૌથી મોટો ધર્મ હોવાનો દાવો કર્યો હતો. કરોડોની સંખ્યામાં લોકો બૌદ્ધ ધર્મમાં આસ્થા રાખે છે. જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે ત્યારે ગુજરાતમાં પણ ઘણા બધા બૌદ્ઘ ધર્મના સ્થાન આવેલા છે. જેમાં દેવની મોરી, જૂનાગઢ, વડનગર, ઉપરકોટ વગેરે, સાંસદે આ 13 જગ્યા માટે ભારત સરકારને અપીલ કરી કે, આ સ્થળો માટે ફંડનું આયોજન કરવામાં આવે. આ દેશ મહાત્મા ગાંધીનો છે, બુદ્ધનો છે. જે લોકો લોકસભામાં ગાંધીની વિચારધારા વિરોધ કરી રહ્યાં છે. તે લોકોએ ગાંધીની વિચારધારની હત્યા કરી છે. કિરિટ સોલંકીનો લોકસભામાં ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.