ચન્દ્રયાન-2: અમદાવાદની સાયન્સ સિટીમાં લોકો નિરસ્ત... - વડાપ્રધાન
અમદાવાદઃ ભારત અંતરિક્ષમાં ઈતિહાસ રચવાની નજીક ત્યાં ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમી દૂર ચંદ્રયાનનો ઈસરો સાથેનો સંપર્ક તૂટી ગયો. ચન્દ્રયાન પોતાના નિશ્ચિત સમયે લેન્ડ કરવાનું હતું, પણ લેન્ડર વિક્રમ સાથનો સંપર્ક તૂટી ગયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં હાજર હતા. તેમણે ઈસરોના વિજ્ઞાનીઓને કહ્યું કે, જીવનમાં ઊતાર-ચઢાવ આવતા રહે છે, દેશ તમારા પર ગર્વ કરે છે. બીજી તરફ અમદાવાદની સાયન્સ સિટીમાં અનેક લોકો ચંદ્રયાન-2ના લેન્ડિગની રાહ જોઈ રહ્યાં હતાં, પરંતુ ઈસરોનો સંપર્ક તૂટી ગયો હતો. આ અંગે અધિકારીએ વાતચીત કરી હતી.