ગૃહપ્રધાન અમિત શાહે કર્ણાટકના પૂરગ્રસ્ત વિસ્તારનું કર્યુ હવાઈ નિરીક્ષણ - બચાવકાર્ય
નવી દિલ્હી: ભારતના અલગ અલગ રાજ્યોમાં પૂરથી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ ભારત પણ પૂરની ઝપેટમાં છે. કર્ણાટકના ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રવિવારે ગૃહપ્રધાન અમિત શાહે કર્ણાટકના બેલગાવી વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યુ હતું. તેમની સાથે રાજ્યના મુખ્યપ્રધાન બી.એસ.યેદિયુરપ્પા સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતાં. હવાઈ નિરીક્ષણ કર્યા પછી અમિત શાહે ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. રાજ્યમાં બચાવકાર્ય અને પુનઃવસનની કામગીરીનું મુલ્યાંકન કર્યુ હતું.