ઈન્દોરમાં બંગડી વેચનારા યુવકને કેટલાક લોકોએ ઢોર માર માર્યો, વીડિયો વાઈરલ - બંગડીનો વેપારી
ઈન્દોર શહેરના બાણગંગાના ગોવિંદ નગર વિસ્તાર (Govind Nagar area of Banganga)થી એક યુવક સાથે મારપીટનો વીડિયો સામે આવ્યો છે. વાઈરલ વીડિયો (Viral video)માં જોવા મળી રહ્યું છે કે, કેટલાક લોકો એક યુવકની પિટાઈ કરી તેને અપશબ્દો કહી રહ્યા છે. જ્યારે બેગમાંથી એક પછી એક અનેક બંગડીઓ પણ કાઢી રહ્યા છે. આ અંગે મળતી વિગત અનુસાર, ઉત્તરપ્રદેશના હરદોઈમાં રહેનારો તસલીમ નામનો યુવક બંગડી વેચવા ઈન્દોર પહોંચ્યો હતો. પીડિતે જણાવ્યું હતું કે, બંગડી વેચવા જઈ રહ્યો હતો. ત્યારે તે રસ્તામાં કેટલીક મહિલાઓને બંગડી બતાવવા લાગ્યો હતો. તે દરમિયાન જ કેટલાલ લોકોએ તેની પિટાઈ શરૂ કરી દીધી હતી. પિટાઈનો આ વીડિયો વાઈરલ થયા પછી સમુદાય વિશેષના લોકોએ આરોપીઓ સામે કાર્યવાહી અંગે હોબાળો કર્યો હતો. ત્યારબાદ સેન્ટ્રલ કોતવાલી પોલીસે અજાણ્યા લોકો પર 14 ધારાઓમાં ઝીરો FIR નોંધી છે. હાલમાં પોલીસ આ મામલાની તપાસમાં લાગી છે.