કોમી એખલાસનું ઉદાહરણઃ મુસ્લિમ પરિવારે શ્રીમદ્ ભગવત ગીતા સપ્તાહનું કર્યુ આયોજન - ગ્વાલિયર
મધ્યપ્રદેશઃ રાજ્યના ગ્વાલિયરમાં એક અનોખી મિસાલ જોવા મળી છે, જ્યા એક મુસ્લિમ પરિવાર દ્વારા ભગવત ગીતા સપ્તાહનું આયોજન કર્યુ હતું. ભિતરવાર સાસન ગામમાં ફિરોજ ખાન અને તેની બેગમ સફીના ખાન શ્રીમદ્ ભાગવત કથા કરાવી રહ્યા છે.આ કથામાં ગામના હિંદુ લોકો સાથે 17 મુસ્લિમ પરિવાર પણ જોડાયા છે. ગામમાં ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. જ્યારે ફિરોજ ખાનનો પરિવાર હિંદુ ધર્મમાં આસ્થા રાખે છે. ફિરોજ ખાને સારો પાક થાય તો શ્રીમદ્ ભગવત ગીતા કરાવવાનું નક્કિ કરવામાં આવ્યું હતું અને ફિરોજની આ વર્ષની ઉપજ છેલ્લા વર્ષ કરતા ત્રણ ગણા વધારે થતા ફિરોજ ખાને શુક્રવારના રોજથી ભગવત ગીતા કરાવી હતી.