Mumbai Fire News: મુંબઈના ઓશીવારા વિસ્તારના આશિયાના ટાવરમાં લાગી આગ - mumbai news
મુંબઈ: મુંબઈ (Mumbai)ના ઓશીવારા(Oshiwara) વિસ્તારમાં આવેલા આશિયાના ટાવરમાં શુક્રવારે સવારે આગ લાગી હતી. પ્રશાસનને સવારે 8 વાગ્યે આગની માહિતી મળી હતી. આગની માહિતી મળતા જ ફાયર વિભાગ (Fire Department)ને તાત્કાલિક આગને કાબૂમાં લેવા જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ ફાયરના અનેક ટેન્ડર સ્થળ પર પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવામાં લાગી ગયા હતા. હાલ તો આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. આ મામલે હજી વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ આશિયાના ટાવર જ્યાં આવેલું છે તેની પાસે મોટી સંખ્યામાં ફર્નિચરની દુકાન છે. જો આગને જલ્દીથી કાબૂમાં લેવામાં નહીં આવે તો આ ઘટના વધુ ગંભીર બની શકે છે.