જોધપુર: પાંચ વર્ષનો બાળક 300 ફૂટ ઉંડા બોરવેલમાં પડી જતા મોત - SDRF
રાજસ્થાનઃ જોધપુર નજીક આવેલા બાવડી તાલુકાના ગામમાં સોમવારે એક બાળક 300 ફૂટ ઉંડા બોરવેલમાં પડી જતા તેનું મોત થયું હતું. પાંચ વર્ષનો બાળક ખેતરમાં રમી રહ્યો હતો. ત્યારે અચાનક ખુલ્લા બોરવેલમાં પડી ગયો હતો. તેના પરિવારને જ્યારે બાળક બોરવેલમાં પડ્યો છે તેવી જાણ થતા તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે તરત જ SDRFની ટીમને બોલાવી રેસ્કયૂ ઓપરેશન શરૂ કર્યુ હતું. સૌથી પહેલા 108 એમ્બ્યુલન્સની મદદથી બાળકને ઓક્સીજન આપવાનું શરૂ કર્યુ હતુ. તેમ છતાં બાળકને બચાવી શકાયો નહતો.