આંધ્રપ્રદેશ: ગ્રામીણ લોકોએ મુકેલા પાંજરામાં રીંછ પુરાયું - વન વિભાગ
આંધપ્રદેશ: અમરાવતીના સોમપેટા મંડલમાં એક રીંછ પાંજરામાં પુરાયાની ઘટના સામે આવી હતી. ગામમાં અવાર નવાર રીંછના હુમલાની ઘટના બની હતી. જેથી સ્થાનિકોએ પાંજરું લગાવ્યું હતું. ગામલોકોએ ગોઠવેલા પાંજરામાં રીંછ પકડાયું હતું. સમગ્ર ઘટનાની જાણ ગામલોકોએ વન વિભાગને કરી હતી. રીંછ પાંજરે પુરાતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.