બાર્જ P 305ના 60 વ્યક્તિઓને બચાવાયા - મુંબઈ સમાચાર
મુંબઈ: અત્યંત પડકારજનક દરિયાઈ પરિસ્થિતિમાં IRS કોચી દ્વારા બાર્જ P 305ના કુલ 60 વ્યક્તિઓને આજે મંગળવાર સુધીમાં બચાવવામાં આવ્યા છે. સપોર્ટ જહાજ એનર્જી સ્ટાર દ્વારા બાકીના ક્રૂની શોધ અને બચાવ (SAR)ની કામગીરી રાત સુધી ચાલુ રહેશે. અત્યંત પડકારજનક દરિયાઈ પરિસ્થિતિમાં INS કોલકતા દ્વારા 2ને બચાવવામાં આવ્યા છે. એન્જિનની તકલીફને કારણે 'ગાલ કન્સ્ટ્રક્ટર' નામનો બેજ સવારે 137 વ્યકિતઓ સાથે કોલાબા પોઇન્ટથી આગળ નીકળી ગયો છે. આ ચાલુ બચાવ પ્રયત્નો ભારતીય નૌકાદળના વિમાન અને હેલિકોપ્ટર દ્વારા વધારવામાં આવશે. હવામાનની અનુકુળતાએ આજે મંગળવારે પ્રથમ પ્રકાશમાં અને SARના પ્રયાસો દિવસ દરમિયાન ચાલુ રાખવામાં આવશે.
Last Updated : May 18, 2021, 1:33 PM IST