ઉત્તર પ્રદેશઃ લાંચ ન આપી તો 6 વર્ષના બાળકે ખેંચવું પડ્યું સ્ટ્રેચર, જુઓ વીડિયો - ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશઃ રાજ્યના દેવરિયા જિલ્લામાં સ્વાસ્થ્ય વિભાગ પર સવાર ઉભા કરતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક 6 વર્ષનો બાળક હોસ્પિટલમાં સ્ટ્રેચર ઉપર સુતેલા દર્દીને ધકેલતો દેખાય રહ્યો છે. આ વીડિયો સામે આવતા હોસ્પિટલ તંત્ર અને જિલ્લાના સ્વાસ્થ્ય વિભાગ પર અનેક સવાલો ઉઠ્યા હતા. દેવરિયા જિલ્લાની હોસ્પિટલમાં નાની-નાની સુવિધાઓ માટે દર્દીઓ પાસેથી પૈસા પડાવાનો ખુલાસો આ વીડિયોમાં થતો જોવા મળે છે. આ વીડિયોમાં 6 વર્ષનું બાળક સ્ટ્રેચર પર દર્દીને ધકેલતો જોવા મળે છે. સ્ટ્રેચર પર સુતેલા દર્દી બાળકના નાના છે. બાળકનો વાંક માત્ર એટલો છે કે તેની માતાએ હોસ્પિટલના સ્ટાફને સ્ટ્રેચરને ધક્કો મારવાના પૈસા ન આપ્યા. જેથી 6 વર્ષના માસૂમને સ્ટ્રેચરને ધક્કો લગાવી આગળ ધપાવવું પડે છે. જમીન વિવાદની મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલા દર્દીને તેની દિકરીએ દેવરિયાની બાબુ મોહન સિંહ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ દર્દીને ડ્રેસિંગ કરાવા માટે ડ્રેસિંગ રૂમમાં લઈ જવા પડતા હોય છે. આ કામ માટે હોસ્પિટલનો સ્ટાર દર વખતે 30 રૂપિયા માંગતો હોય છે. ગરીબ લોકોને ઈલાજ માટે પણ પૈસા ભેગા કરવા પડતા હોય છે એવામાં દર વખતે સ્ટાફને 30 રૂપિયા આપવાની ના પાડતા સ્ટાફે સ્ટ્રેચર ખેંચવાની ના પાડી. જેથી મહિલાએ પોતાના 6 વર્ષના બાળકની મદદથી સ્ટ્રેચરને ડ્રેસિંગ રૂમ સુધી લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કોઈએ આ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી દીધો.
Last Updated : Jul 22, 2020, 11:19 AM IST