બિકાનેરના એક લગ્નમાં માતમ, રોડ અકસ્માતમાં 6ના મોત - બિકાનેરના ચુંગી ચૌકી
રાજસ્થાન: બિકાનેરના ચુંગી ચોકીની પાસે બુધવારે સાંજે એક માર્ગ દુર્ધટનામાં 6 લોકોના મોત નીપજ્યા હતા. તેમજ 3 લોકો ઘાયલ થયા હતા. જેની સારવાર ટ્રોમા સેન્ટરમાં કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર, બિકાનેરના ચુંગી ચૌકી પાસેથી એક જાન રસ્તો ક્રોસ કરી રહી હતી. તે દરમ્યાન પાછળથી એક કાંકરી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી અચાનક જાનમાં ઘૂસી ગઇ હતી. બાદમાં ટ્રેક્ટર ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ અંગેની જાણ પોલીસને થતા ટ્રેક્ટરને કબ્જે કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.