આસામમાં ગમખ્વાર રોડ અકસ્માત, 6ના મોત, 4 ઘાયલ - રોડ અકસ્માત ન્યૂઝ
આસામ/ગોલપરા: જિલ્લાના કુથકુથી ખાતે મોટો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતાં. અન્ય 4 લોકોને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. બસ ધૂબૂરીથી ગુવાહાટી જતી હતી. તે દરમિયાન બસચાલકે બસ પર કાબૂ ગુમાવતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. હાલ, ઈજાગ્રસ્તોને ગોલપરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે.