ઓરંગાબાદમાં અકસ્માતઃ 4 લોકોના મોત, 9 ઘાયલ - જાલના રોડ
મહારાષ્ટ્રઃ ઓરંગાબાદ જાલના રોડ પર બનેલા અકસ્માતમાં 4 લોકોનો ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. એક ક્રૂઝર સિંધાખેડેરાજા તરફ જઈ રહી હતી. તે દરમિયાન રસ્તા પર ઉભેલી ટ્રેલર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. શુક્રવારે વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો.