જમ્મુ-કશ્મીર: સુરક્ષા દળોએ અનંતનાગ જિલ્લામાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા - કુલગામ
શ્રીનગર: જમ્મુ-કશ્મીરના અનંતનાગ જિલ્લામાં સોમવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેના એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આતંકીઓએ દક્ષિણ કશ્મીર જિલ્લાના કાજીગુંડ વિસ્તારમાં લોઅર મુંડામાં પેટ્રોલિંગના જવાનો પર ગોળીબાર કર્યો હતો. અધિકારીઓના મતે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી અને ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. હાલમાં, આ વિસ્તાર બંધ કરવામાં આવ્યો છે. આ પહેલા રવિવારે કુલગામના ગડ્ડર વિસ્તારમાં પોલીસ અને આતંકવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં ચાર આતંકીઓને ઠાર કર્યા હતા.