ગુજરાત

gujarat

ETV Bharat / videos

Surat Railway Station : ટ્રેન ગાર્ડની સાવચેતીના પગલે એક મુસાફર ટ્રેનની નીચે આવતા બચી જવા પામ્યો

By

Published : Mar 2, 2022, 9:05 AM IST

Updated : Feb 3, 2023, 8:18 PM IST

સુરત : સુરતમાં રેલવે કર્મચારીની સાવચેતીના પગલે એક મોટી દુર્ઘટના ટળી છે. રેલવે ટ્રેનના ગાર્ડે સમયસર પહોંચી એક મુસાફરને (Tourists on Railway in Surat) ટ્રેનની નીચે આવતા બચાવી લીધો હતો. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. ટ્રેન નંબર 19091 સવારે સુરત રેલ્વે સ્ટેશન (Surat Railway Station) પ્લેટફોર્મ નંબર એક પર આવી હતી. ટ્રેન ઉપડે તે દરમિયાન 40 વર્ષનો એક યાત્રી ટ્રેનના કોચ નંબર બી 6 માંથી ઉતરવાનો પ્રયાસ કરતા પોતાનું સંતુલન (CCTV of Surat Railway Station) ગુમાવી બેસ્યો હતો. ટ્રેનની સ્પીડ આશરે 20 કિલોમીટર પ્રતિ કલાક હતી. સ્ટેશન પર અને યાત્રીઓએ ચાલીસ વર્ષના યાત્રીને બચાવવા માટે પાછળ પાછળ દોડવા લાગ્યા હતા. તે દરમિયાન વધુ રફતાર પકડે તે પહેલાં ત્યાં હાજર રેલવે ગાર્ડ પ્રિયેશ સિંહની નજર આ ઘટના પર પડી હતી. તને ઈમરજન્સી બ્રેક લગાવી દીધી જેના પગલે ટ્રેન અટકી ગઈ અને યાત્રીનો જીવ બચી ગયો હતો. ટ્રેનના ગાર્ડ પ્રિયેશ સિંહે જણાવ્યું કે, જે મારી જવાબદારી છે તે પૂર્ણ કરી છે મુસાફરોનો જીવ બચાવવો એ અમારી પ્રાથમિકતા છે.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

...view details