ઉલટા ચોર કોટવાલ કો ડાટે..! વડોદરામાં પોલીસ પુત્રે અકસ્માત સર્જી દાદાગીરીનો રોફ જમાવ્યો - વડોદરામાં ક્રાઈમ કેસ
વડોદરા : વડોદરામાં પોલીસ પુત્રની દાદાગીરીની ઘટના (Accident Case in Vadodara) સામે આવી છે. વડોદરા શહેરના પ્રિયા સિનેમા નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. તેમાં પુરપાટ ઝડપે ધસી આવેલો બાઇક ચાલક કાર સાથે ધડાકાભેર અથડાતા લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. આ દરમિયાન પુર ઝડપે બાઇક હંકારનાર યુવકે કાર ચાલક યુવકને મૂઢ માર મારતા મામલો ગરમાયો હતો. અકસ્માતના સ્થળ પર હાજર ટોળાએ અકસ્માત સર્જનાર બાઇક ચાલકને મારામારી ન કરવા જણાવ્યું હતું. યુવકે DYSP ના પુત્ર યશરાજ સિંહ શુદર્શન સિંહ વાળા જણાવી રોફ જમાવ્યો હતો. ગોત્રી પોલીસે અકસ્માત સર્જનાર પોલીસ પુત્ર સામે ફરિયાદ નોંધવાના બદલે અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવક સામે ફરિયાદ નોંધાતા ઉલટા ચોર કોટવાલ કો ડાટે જેવો ઘાટ સર્જાયો છે. જેથી અકસ્માત સર્જી ઉલટાનું ઇજાગ્રસ્ત યુવક વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવતા લોકો પોલીસની (Crime Case in Vadodara) કાર્યવાહી સામે સવાલો ઉઠાવી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST