ગુજરાત

gujarat

ETV Bharat / videos

Ambaji Temple Patotsav: 51 શક્તિપીઠ મંદિરના શિખરે ધ્વજારોહણ કરી પાટોત્સવની કરી સાદગીપૂર્ણ ઉજવણી - Ambaji Temple Gujarat

By

Published : Feb 15, 2022, 7:21 PM IST

Updated : Feb 3, 2023, 8:12 PM IST

દર વર્ષની જેમ આ વખતે પણ 51 શક્તિપીઠ મંદિરોનું 8માં પાટોત્સવની ઉજવણી (Celebration of Ambaji Temple Patotsav)કરવામાં આવી છે. ત્રીદિવસીય યોજનાર કાર્યક્રમને ટૂંકાવી માત્ર એક દિવસનો કાર્યક્રમ આયોજિત(Ambaji Shaktipeeth temples ) કરવામાં આવ્યો છે. આજે 15 ફેબ્રુઆરીએ આ મંદિરોને 8 વર્ષ પૂર્ણ થતા પાટોત્સવની ઉજવણી સાદગી પૂર્ણ રીતે કરવામાં આવી છે. ગબ્બર તળેટીના સર્કલ થી માતાજીની પાલખી યાત્રાને મંદિરના વહીવટદારે પ્રસ્થાન કરાવી હતી. જે પાલખી યાત્રા ગબ્બર તળેટીમાં સ્થાપિત 51 શક્તિપીઠોમાં માતાજીના જયઘોષ સાથે ફરી હતી અને આ સાથે મંદિર સંકુલમાં વિદ્વાન પંડિતો દ્વારા શાસ્ત્રોક વિધિ પ્રમાણે માતાજીના નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને 51 શક્તિપીઠ મંદિરોના શિખરે ધ્વજારોહણ કરીને 8માં પાટોત્સવની(Ambaji Temple Patotsav) સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. વહીવટદાર રાજેશ ચૌહાણ એ જણાવ્યું હતું કે હાલ કોરોનાની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. તેવામાં વધુ સંક્રમણ ન ફેલાય(Shaktipith Shri Arasuri Amba G Temple ) તે માટે ત્રણ દિવસના બદલે એક દિવસના પાટોત્સવનું આયોજન કરાયું છે
Last Updated : Feb 3, 2023, 8:12 PM IST

ABOUT THE AUTHOR

...view details