ન્યૂઝ ડેસ્ક: યોગ અને વ્યાયામ દરેક ઋતુમાં સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક ((Winter Health tips) હોય છે, પરંતુ ખાસ કરીને શિયાળામાં નિયમિત યોગાસન કરવાથી માત્ર હવામાન સાથે સુમેળ (yog benefits) જ નથી રહેતો, પરંતુ ઠંડીના દિવસોમાં થતી અનેક સમસ્યાઓને દૂર રાખવામાં પણ મદદ મળી શકે છે.
શિયાળામાં લોકોને શ્વાસ અને ફેફસાને લગતી બીમારી થાય છે
શિયાળામાં, લોકો સામાન્ય રીતે શ્વાસ અને ફેફસાને લગતી સમસ્યાઓ જેમ કે શરદી, ઉધરસ, અસ્થમા અને બ્રોન્કાઇટિસ વગેરે, પાચન સમસ્યાઓ (winter problems for skin) સાંધામાં દુખાવો અથવા સોજો, માઇગ્રેન, સંધિવા અને સ્નાયુઓમાં તણાવ સહિત અનેક પ્રકારની સમસ્યાઓ અનુભવે છે. તેની સાથે આ ઋતુમાં શરીરમાં આળસ પણ વધે છે. જેના કારણે લોકો એવા કાર્યોને ટાળે છે જેમાં હાથ-પગનો ઉપયોગ વધુ થતો હોય અથવા વધુ શારીરિક શ્રમ કરવો પડે.
યોગ નિષ્ણાંત મીનુ વર્માએ આપી માહિતી
યોગ નિષ્ણાંત મીનુ વર્મા કહે છે કે, શિયાળાની ઋતુમાં સૂર્ય નમસ્કાર, વિવિધ પ્રકારના પ્રાણાયામ અને અન્ય કેટલાક સામાન્ય યોગાસનોનો અભ્યાસ આળસને દૂર રાખવાની સાથે શરીરનું તાપમાન જાળવી રાખે છે ઉુપરાંત, શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે તેમજ હાડકાં, પાચન, જ્ઞાનતંતુઓ, સ્નાયુઓ વગેરે પર હવામાનની અસરને ઘટાડવામાં મદદ કરે છે. આ સાથે, તે હવામાનને કારણે પરેશાન કરતી માનસિક સ્થિતિઓને દૂર રાખવામાં પણ મદદ કરી શકે છે.
શિયાળામાં રાખો ખાસ ધ્યાન
શિયાળાની ઋતુમાં દિવસો ટૂંકા અને રાત લાંબી હોય છે. આવી સ્થિતિમાં આપણા શરીરની જૈવિક ઘડિ પર અસર થાય છે અને તેની અસર આળસના રૂપમાં પણ શરીર પર જોવા મળે છે, ત્યારે યોગાસનોના નિયમિત અભ્યાસથી હાથ-પગ સહિત શરીરના અન્ય ભાગોની માંસપેશીઓ ખેંચાય છે, એટલે કે તેમાં ખેંચાણ ઉત્પન્ન થાય છે, જેનાથી આળસ ઓછી થાય છે. આ સાથે શરીરમાં કુદરતી રીતે ગરમી પણ ઉત્પન્ન થાય છે. આ સાથે જ વધુ પડતી ઠંડીને કારણે શારીરિક શ્રમ દરમિયાન સ્નાયુઓ ખેંચાવા કે જકડાઈ જવા જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળે છે.
શિયાળાની ઋતુમાં સોમેટિક યોગિક ક્રિયાઓ કરી આવશ્યક
શિયાળાની ઋતુમાં ખાસ કરીને વૃદ્ધોમાં શ્વાસ સંબંધી સમસ્યાઓ જેવી કે અસ્થમા, બ્રોન્કાઇટિસ વગેરેની અસર વધુ જોવા મળે છે. આ સિવાય શિયાળામાં ઈન્ફેક્શનના કારણે લોકોમાં ખાંસી-શરદીની સમસ્યા જોવા મળે છે. આવી સ્થિતિમાં, મનોવૈજ્ઞાનિક અને ન્યુરો સોમેટિક યોગિક ક્રિયાઓ ઉપરાંત, વિવિધ પ્રકારના પ્રાણાયામ, ભુજંગાસન, મકરાસન, પવનમુક્તાસન અને શશાંક આસનનો અભ્યાસ ખૂબ જ ફાયદાકારક છે.