ગુજરાત

gujarat

ETV Bharat / sukhibhava

સ્ટ્રોક BRAIN ની બીમારી છે, HEART ની નહીં : World Stroke Day - National Center of Biotechnology

સ્ટ્રોક જેવા રોગની ગંભીરતા વિશે વૈશ્વિકસ્તરે જાગૃતિ ફેલાવવાના હેતુ સાથે 29 ઓક્ટોબરના રોજ વિશ્વભરમાં વિશ્વ સ્ટ્રોક દિવસ ( World Stroke Day ) ઉજવવામાં આવે છે.

સ્ટ્રોક BRAIN ની બીમારી છે,  HEART ની નહીં : World Stroke Day
સ્ટ્રોક BRAIN ની બીમારી છે, HEART ની નહીં : World Stroke Day

By

Published : Oct 29, 2021, 1:36 PM IST

  • વિકલાંગતા અને મૃત્યુના જોખમને વધારતો રોગ
  • વિશ્વમાં તેમ જ ભારતમાં સ્ટ્રોકપીડિતોની વધી રહી છે સંખ્યા
  • જનજાગૃતિ કેળવવા શરુ થઇ ઉજવણી
  • આ વર્ષે થીમ છે 'મીનિટ જીવન બચાવી શકે છે'

વ્યક્તિને વિકલાંગ બનાવવા માટે સક્ષમ 'સ્ટ્રોક' માત્ર પીડિતના મગજને જ નહીં, પરંતુ તેના શરીરના ઘણા ભાગોને ગંભીર અસર કરી શકે છે. દર વર્ષે વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકો આ રોગને કારણે જીવ ગુમાવે છે. સ્ટ્રોકની ગંભીર પ્રકૃતિ અને આ સમસ્યાના સતત વધતાં દર વિશે વૈશ્વિકસ્તરે જાગૃતિ લાવવા માટે 29 ઓક્ટોબરના રોજ વિશ્વ સ્ટ્રોક દિવસ ( World Stroke Day ) મનાવવામાં આવે છે. જાગૃતિ કેળવણી સહિત આ દિવસ લોકોને એક પ્લેટફોર્મ આપે છે જ્યાં તેઓ વૈશ્વિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીયસ્તરે સ્ટ્રોક નિવારણ અને સારવારને સુલભ બનાવવા સંબંધિત મહત્વપૂર્ણ બાબતોની ચર્ચા કરી શકે છે.

હૃદય સંબંધિત રોગ નથી સ્ટ્રોક

મોટાભાગના લોકો સમજે છે કે સ્ટ્રોક એ હૃદય સંબંધિત રોગ છે. પરંતુ તે વાસ્તવમાં મગજનો રોગ છે જે હૃદયને ઘણી અસર કરે છે અને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ડિસિલિપિડેમિયા, અનિયમિત ધબકારા, હૃદયની વિકૃતિઓ (કોરોનરી ધમનીની બિમારી, હૃદયના વાલ્વની ખામી) અને સિકલસેલ રોગનું જોખમ વધારે છે.

સ્ટ્રોક આવતાં શું થાય છે?

વાસ્તવમાં, સ્ટ્રોક એ એવો રોગ છે જે મગજ તરફની અને તેની અંદરની ધમનીઓને અસર કરે છે.સામાન્ય રીતે સ્ટ્રોક આવે છે ત્યારેે મગજમાં ઓક્સિજન અને પોષક તત્ત્વો લઈ જતી રક્તવાહિનીઓ લોહી ગંઠાઈ જવાને કારણે કાં તો બ્લૉક થઈ જાય અથવા ફાટી જાય. જ્યારે આવું થાય છે, ત્યારે મગજના અસરગ્રસ્ત ભાગને પૂરતું લોહી અને ઓક્સિજન મળતું નથી.

મોટી સંખ્યામાં મૃત્યુનું કારણ

કેન્સરની જેમ સ્ટ્રોક પણ દર વર્ષે મોટી સંખ્યામાં લોકોના મૃત્યુનું કારણ બને છે. વિશ્વભરના આંકડાઓ જોઇએ તો પુરુષો કરતાં સ્ત્રીઓને સ્ટ્રોક થવાની સંભાવના વધુ છે. હાલમાં દરેક પાંચમી મહિલાને સ્ટ્રોક આવે છે. જેનાં મુખ્ય કારણો ગર્ભાવસ્થા દરમિયાન અથવા દરમિયાન મૌખિક ગર્ભનિરોધક દવાઓ, પ્રિક્લેમ્પસિયાનો રોગ છે.

સગર્ભા સ્ત્રીઓમાં જોખમ વધુ

સૂત્રોનું માનીએ તો સગર્ભા સ્ત્રીઓમાં સ્ટ્રોકનું જોખમ એક લાખ દીઠ 21 છે. ત્રીજા ત્રિમાસિક અને બાળજન્મ દરમિયાન સ્ટ્રોકનું જોખમ સૌથી વધુ હોય છે. વધુમાં, ગર્ભાવસ્થા દરમિયાન પ્રિક્લેમ્પસિયા રોગ બાદમાં સ્ટ્રોકનું જોખમ બમણું કરે છે. આંકડા મુજબ, યુનાઇટેડ સ્ટેટ્સમાં 55 થી 75 વર્ષની વયની સ્ત્રીઓ માટે જીવનકાળમાં સ્ટ્રોકનું જોખમ 5માંથી 1 છે. તો CDC (રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો) મુજબ સ્ટ્રોક સ્તન કેન્સર કરતાંય બમણી સંખ્યામાં સ્ત્રીઓનો જીવ લે છે. દર વર્ષે, વૈશ્વિકસ્તરે સ્ટ્રોક પીડિતોમાં 48 ટકા મહિલાઓ હોય છે.

ઇતિહાસ અને થીમ

આ વર્ષે આપણે 15મો વિશ્વ સ્ટ્રોક દિવસ ( World Stroke Day ) ઉજવી રહ્યાં છીએ. સૌપ્રથમ 1990ના દાયકામાં યુરોપિયન સ્ટ્રોક ઇનિશિયેટિવ દ્વારા સ્ટ્રોક માટે વૈશ્વિક જાગૃતિ દિવસનો વિચાર કરવામાં આવ્યો હતો. પરંતુ નાણાકીય કારણોસર આ ઇવેન્ટ માત્ર યુરોપ સુધી મર્યાદિત હતી. આ પછી વર્ષ 2004માં, વાનકુવરમાં વર્લ્ડ સ્ટ્રોક કોંગ્રેસ દ્વારા વિશ્વ સ્ટ્રોક દિવસની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ 2006માં કેનેડિયન ન્યુરોસાયન્ટિસ્ટ ડૉ. વ્લાદિમીર હેચિન્સ્કીએ આ ખાસ દિવસને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવાની જાહેરાત કરી હતી. તે જ વર્ષે ઈન્ટરનેશનલ સ્ટ્રોક સોસાયટી વર્લ્ડ સ્ટ્રોક ફેડરેશન સાથે ભળી ગઈ, તેે પછી 29 ઓક્ટોબર 2006ના રોજ આ જ સંસ્થા દ્વારા પ્રથમ સત્તાવાર વિશ્વ સ્ટ્રોક દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્ષે વર્લ્ડ સ્ટ્રોક ઓર્ગેનાઈઝેશનના નેજા હેઠળ "મીનિટ કેન સેવ લાઈફ- મીનિટ જીવન બચાવી શકેે છે" થીમ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

ભારતમાં સ્ટ્રોકના આંકડા

ભારતમાં સ્ટ્રોકના કેસ સતત વધી રહ્યાં છે. સ્ટ્રોક હવે મૃત્યુનું ચોથું અને દેશમાં અપંગતાનું પાંચમું મુખ્ય કારણ છે.

અગાઉના કેટલાક સંશોધનોના આધારે નેશનલ સેન્ટર ઓફ બાયોટેકનોલોજીની માહિતી અનુસાર ભારતમાં સ્ટ્રોકની ઘટના દર વર્ષે 1,00,000 લોકો દીઠ 105થી 152 વ્યક્તિઓ વચ્ચે છે.

કેવી રીતે બચાવ કરવો

સ્ટ્રોકથી બચવા માટે નીચેની બાબતો ફાયદાકારક બની શકે છે.

હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવું.

તમારા આહારમાં કોલેસ્ટ્રોલ અને સંતૃપ્ત ચરબીનું પ્રમાણ ઘટાડવું.

ધૂમ્રપાન અને દારૂનું સેવન છોડી દેવું.

ડાયાબિટીસનું સંચાલન.

તંદુરસ્ત વજન અને BMI જાળવવા.

ફળો અને શાકભાજીથી ભરપૂર આહાર લેવો.

નિયમિત કસરત કરવી.

ઓબ્સ્ટ્રેક્ટિવ સ્લીપ એપનિયા (OSA)ની સારવાર.

આ પણ વાંચોઃ વૃદ્ધાવસ્થામાં રોગોને રોકવા માટે શું શું કરવું જોઈએ

આ પણ વાંચોઃ પૂરતી ઊંઘ: વ્યગ્રતા અને તાણ ઘટાડવા માટેની શ્રેષ્ઠ દવા

ABOUT THE AUTHOR

...view details