અમદાવાદ:વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે 31મી મેના દિવસે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે, સમગ્ર વિશ્વમાં તમાકુ અને તેની બનાવટોના સતત વધી રહેલા ઉપયોગને કારણે માનવજાતના આરોગ્ય પર ખૂબ જ વિપરીત અને નકારાત્મક અસરો પડી રહી છે. જેને ધ્યાને રાખીને લોકોમાં જાગૃતતા આવે અને પ્રત્યેક વ્યક્તિ તમાકુનું સેવન ઘટાડીને સેવન સદંતર બંધ કરે તેવા આશય સાથે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષની 31મી મેના દિવસે વિશ્વ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવતો હોય છે. ત્યારે, વર્તમાન સમયમાં તમાકુનું સેવનના કારણે ગંભીર કહી શકાય તેવા કેન્સરના રોગોમાં પણ હવે યુવાનથી લઈને વયોવૃદ્ધ લોકો પણ સપડાઈ રહ્યા છે.
શરુઆત ક્યારે થઈ: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના નેજા હેઠળ 7 એપ્રિલ 1988ના રોજ WHA42.19 ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેનો હેતુ તમાકુના રોગચાળા અને તેના કારણે થતા રોગો અને મૃત્યુની રોકથામ તરફ વિશ્વનું ધ્યાન દોરવાનો હતો. જે પછી દર વર્ષે 31 મેના રોજ આ ખાસ દિવસનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ ખાસ દિવસ "તમાકુ છોડવા માટે પ્રતિબદ્ધ" થીમ પર ઉજવવામાં આવી રહ્યો છે.
આ વર્ષની થીમ શું છે: આ વર્ષના વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ 'આપણે તમાકુની નહીં, ખોરાકની જરૂર છે' છે. તમાકુના સેવનથી થતા નુકસાન વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ફેફસાનું કેન્સર: તમાકુનું ધૂમ્રપાન એ ફેફસાના કેન્સરનું પ્રાથમિક કારણ છે, જે વૈશ્વિક સ્તરે ફેફસાના કેન્સરના મૃત્યુના બે તૃતીયાંશ માટે જવાબદાર છે, જ્યારે ધૂમ્રપાન છોડવાથી ફેફસાના કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. ધૂમ્રપાન છોડ્યાના 10 વર્ષ પછી, ધૂમ્રપાન કરનાર વ્યક્તિ માટે ફેફસાના કેન્સરનું જોખમ લગભગ અડધું થઈ ગયું છે.