ગુજરાત

gujarat

ETV Bharat / sukhibhava

‘વિશ્વ ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગ દિવસ 2021’ - ડેંગ્યુ

30 જાન્યુઆરી 2021ના રોજ ‘વિશ્વ ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગ દિવસ’ના બીજા વર્ષની ઉજવણી થઈ રહી છે. તેનો મુખ્ય ધ્યેય NTDsનો અંત લાવવાનો છે, જે સીમાંત સમુદાયોમાં મુશ્કેલીનું મુખ્ય કારણ છે. સરેરાશ વિશ્વનો દર પાંચમાંથી એક વ્યક્તિ NTDsથી પીડાય છે અને આ રોગનો મોટો ભાર એશિયા અને આફ્રિકાના ગરીબી ગ્રસ્ત દેશો પર સૌથી વધુ પડે છે. સામાન્ય રીતે આ રોગ એવા વિસ્તારોમાં ફેલાય છે જ્યાં વ્યક્તિગત સ્વચ્છતા પર ભાર આપવામાં આવતો નથી, જ્યાં લોકોને શુધ્ધ પાણી મળતુ નથી અને જ્યાં માનવ કચરાનો યોગ્ય નિકાલ થતો નથી.

‘વિશ્વ ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગ દિવસ 2021’
‘વિશ્વ ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગ દિવસ 2021’

By

Published : Jan 30, 2021, 10:53 PM IST

ન્યૂઝ ડેસ્ક : વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના જણાવ્યા પ્રમાણે, “NTDએ વિશ્વભરમાં એક બીલિયન લોકોને અસર પહોંચાડી છે. આ લોકોમાં તે દુ:ખ અને પીડાનું કારણ બન્યુ છે અને વ્યક્તિગત અને સમુદાયોમાં આરોગ્યને લગતી તેમજ સામાજીક અને આર્થિક અસરોનું કારણ બન્યા છે. તે બાળકોને શાળાએ જતા અને પુખ્ત વયના લોકોને કામ પર જતા અટકાવે છે. તે સમુદાયોને ગરીબી અને અસમાનતાના ચક્રમાં ફસાવી દે છે. અપંગ તેમજ NTDના કારણે ક્ષતિગ્રસ્ત થતા લોકો પોતોના સમુદાયોમાં ઉપેક્ષાનો અનુભવ કરે છે. તેઓને સંભાળ અને હુંફનો અભાવ રહે છે અને તેના પરીણામે તેઓ એકલાપણુ અનુભવવાનું શરૂ કરે છે.” કેટલાક NTD આ પ્રમાણે છે:

બુલુરી અલ્સર

નબળી પડેલી માઇક્રો બેક્ટેરીયલ ત્વચા ચેપ, હાડકા અને નરમ પેશીઓના વિનાશનું કારણ બને છે.

ચાગાસ રોગ

આ એક એવો રોગ છે જે માનવમાં વેક્ટર ઇન્જેક્શન (ટ્રાયટોમાઇન બગ્સ), દુષિત ખોરાક, ચેપગ્રસ્ત લોહી ચડવાથી, જન્મજાત ચેપ, કોઈ અંગનું પ્રત્યારોપણ અથવા લેબોરેટરીની ભૂલોથી ફેલાઈ શકે છે.

ડેંગ્યુ

આ મચ્છરથી ફેલાતો ચેપ છે જે ફ્લુ જેવી બીમારીનું કારણ બને છે અને ગંભીર ડેંગ્યુમાં પરીણમી શકે છે અને ગંભીર સ્થીતિ સર્જી શકે છે.

ડ્રેક્યુનક્યુલિયાસીસ (ગુનિયા વોર્મ રોગો)

આ નેમાનોડ ચેપ ચાંચડ જેવા પરોપજીવીથી દુષિત પાણીથી ફેલાય છે.

ઇચીનોકોક્સિસીસ

આ ચેપ ટેપવોર્મ્સના લાર્વાના અલગ અલગ તબક્કાઓ કે જે માણસમાં પેથોજેનિક કોથળીઓ બનાવે છે તેમાંથી ફેલાય છે. આ ચેપ કુતરા અથવા જંગલી પ્રાણીઓના મળમાં વહેતા ઈંડામાંથી ફેલાય છે.

હ્યુમન-આફ્રીકન ટ્રાયપોનોસોમિયાસીસ (ઉંઘવાની બીમારી)

ટોસ્ટે માખીઓના કરડવાથી થતો આ એક પરોપજીવી રોગ છે. જો આ પરોપજીવીઓને અટકાવવામાં ન આવે તો તે જીવલેણ સાબીત થાય છે. આ પરોપજીવીઓ સેન્ટ્રલ નર્વસ સીસ્ટમ પર આક્રમણ કરે છે.

લેશ્મેનીયાસીસ

ચેપગ્રસ્ત માદા સ્ટેન્ડ ફ્લાઇના કરડવાથી આ રોગ થાય છે. જો આ રોગ ગંભીર સ્વરૂપ ધારણ કરે તો તે આંતરડા જેવા આંતરીક અવયવો પર હુમલો કરે છે. તેનું સૌથી પ્રચલિત સ્વરૂપ એ છે જેમાં તે ચહેરાના અલ્સર, ડાઘ અને અપંગતાનું કારણ બને છે.

રક્તપિત (હેન્સનનો રોગ)

આ એક જટિલ રોગ છે જે મુખ્યત્વે ત્વચા પર, પેરીફેરલ નર્વ્સ પર અને ઉપરના શ્વસન માર્ગ અને આંખના મ્યુકોસા પર ચેપનું કારણ બને છે.

લસિકા ફિલેરાઇસીસ

આ મચ્છરો દ્વારા ફેલાતો ચેપ છે જે લસિકા પ્રણાલીમાં વસવાટ અને પુન:ઉત્પાદિત થનારા પુખ્ત કૃમીથી અંગો અને જનનાંગોનું અસામાન્ય વિસ્તરણ થાય છે.

માયસેટોમા

આ એક એવો રોગ છે જેમાં લાંબા સમય સુધી બળતરા થાય છે. આ ધીમી બળતરા શરીરના નીચલા અંગોને અસર કરે છે. માનવામાં આવે છે કે ઇન્કોક્યુલેશન દ્વારા કાંટાથી કે અન્ય કોઈ રીતે ચામડીમાં નુકસાન થતા ફુગ તેમજ બેક્ટેરીયા સબક્યુનેટીય પેશીમાં પ્રવેશતા આ ચેપ લાગે છે.

એન્કોસરસીયાસિસ (રીવર બ્લાઇન્ડનેસ)

બ્લેક ફ્લાયના કરડવાથી આ ચેપ ફેલાય છે. તેનાથી તીવ્ર ખંજવાળ આવે છે અને આંખને નુકસાન થઈ શકે છે. પુખ્ત કૃમી લાર્વા પૈદા કરતા હોવાથી તેનાથી કાયમી અંધત્વ આવી શકે છે.

હડકવા

આ એક અટકાવી શકાય તેવો ચેપી રોગ છે જે ચેપી કુતરાના કરડવાથી થાય છે. પરંતુ જો તેના લક્ષણો વિકસીત થાય તો તે જીવલેણ સાબીત થઈ શકે છે.

સ્કિટોસોમીયાસીસ

જ્યારે પાણીમાં રહેલી ગોકળગાય દ્વારા છુટ્ટા થયેલા લાર્વા સ્વરૂપો ચેપગ્રસ્ત પાણીના સંપર્ક દરમીયાન માનવ ત્વચામાં પ્રવેશે છે ત્યારે ટ્રેમાટોઇડ ચેપ ફેલાય છે.

સોઇલ ટ્રાન્સમીટ હેલ્મિન્થ્સ (STH)

આ નેમાટોડ ચેપ માણસના મળથી દુષિત એવી માટીથી ફેલાય છે જે એનીમીયા, વિટામીન એની ઉણપ, વિકાસનું અટકવુ, કુપોષણ, આંતરડામાં અવરોધ અને અપુરતા વિકાસ જેવી અસરો પહોંચાડે છે.

ટ્રેકોમા

આ એક ક્લેમેડીયલ ચેપ છે જે ચેપી આંખ સાથે સીધા સંપર્કથી ફેલાય શકે છે. શુદ્ધ ન હોય તેવી જગ્યાઓથી પણ આ ચેપ ફેલાઈ શકે છે. તેનાથી ક્યારેય નિદાન ન થાય તેવી આંખની બીમારી થઈ શકે છે અથવા અંધત્વ આવી શકે છે.

આ ઉપરાંત અન્ય રોગોમાં ફેસિઓલિયાસી, સિસ્ટિકરોસી, ફૂડબોર્ન ટેમેટોઆસીસ, ટેનીઆસીસ અને ન્યુરોસાયટીકરોસીસ અને યવ્સ જેવા રોગો થઈ શકે છે.

સારવાર અને નિવારણ

જો સમય પર આ રોગોની જાણ થાય તો લગભગ બધા જ રોગોને મટાડી શકાય છે. જો કે, જો તેની સારવારમાં મોડુ કરવામાં આવે તો આ રોગોની સારવાર કરવી મુશ્કેલ બને છે. શુધ્ધ પાણીનો ઉપયોગ કરવાથી અને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવાથી NTDsને અટકાવી શકાય છે. મચ્છર અને માખીના ઉપદ્રવને અટકાવીને વેક્ટર બોર્ન NTDsને અટકાવીને તેને કાબુમાં લઈ શકાય છે. આસપાસમાં જંતુનાશક દવાનો છંટકાવ કરીને, આસપાસમાં જ્યાં મચ્છરનો ઉપદ્રવ થવાની સંભાવના છે તેવા પાણીના ખુલ્લા વાસણોને ઢાંકીને તેમજ સ્થીર પાણીનો ઉપયોગ અટકાવીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

WHOની દસ વર્ષની યોજના

NTDs માટેની પોતાની નવી અંતર્ગત કરોડો ગરીબ લોકોને અસર કરતા અને જ્યાં પુરતી આરોગ્યની સુવિધાઓ નથી, શુધ્ધ પાણીનો તેમજ સ્વચ્છતાનો અભાવ છે તેવા વિસ્તારોમાં ફેલાતા 20 રોગોના નિવારણ માટે WHO મહત્વકાંશી અભ્યાસો અને નવીન અભિગમની દરખાસ્ત કરે છે. WHOના લક્ષ્યાંકોમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.

NTDs માટેની સારવારની આવશ્યકતામાં 90 ટકા જેટલો ઘટાડો કરવો

ઓછામાં ઓછા 100 દેશોએ ઓછામાં ઓછુ એક NTD દૂર કરવું

ડ્રેક્યુન્યુલિયાસીસ અને યવ્સને નાબૂદ કરવુ

NTD સાથે જોડાયેલા ડીસએબીલીટી એડજસ્ટેડ લાઇફ યર્સ (DALYs)ને 75 ટકા સુધી ઓછા કરવા

ABOUT THE AUTHOR

...view details