હૈદરાબાદઃ આજે આપણી ગુજરાતી ભાષાનો મહિમા કરવાનો દિવસ છે. આપણી માતૃભાષા ગુજરાતી મૂળ સંસ્કૃતમાંથી આવી છે. ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ અને સામાજિક પરિવર્તનના પ્રખર હિમાયતી એવા નર્મદા લાભશંકર દવે 'નર્મદ'ની યાદમાં 24 ઓગસ્ટના રોજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં બોલનારા લોકોની સંખ્યા પ્રમાણે ગુજરાતી 6ઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે, જે દેશની કુલ વસ્તીના 4.5 ટકા થાય છે. 6 કરોડ લોકો દ્વારા બોલાતી ભાષા ગુજરાતી આજે વિશ્વ ફલક પર છે.
વિશ્વમાં ગુજરાતી ભાષાનું સ્થાનઃએક અંદાજ મુજબ, દુનિયાના 50 કરતાં પણ વધારે દેશોમાં ગુજરાતીઓ રહે છે, પરંતુ ગુજરાતીઓ દ્વારા હજુ પણ ઘરમાં તો ગુજરાતી જ બોલવામાં આવે છે. ગુજરાતી વિશ્વમાં 26મા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે. ભારતમાં 1652 જેટલી ભાષાઓ બોલાય છે અને હાલમાં 1365 માતૃભાષા છે. જેનો પ્રાદેશિક આધાર અલગ-અલગ છે. અને દેશની સંસદમાં માત્ર 4% ભાષાઓનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે. તો, યુએનના જણાવ્યા અનુસાર, વિશ્વભરમાં બોલાતી ભાષાઓની સંખ્યા આશરે 6000થી વધુ છે.