ગુજરાત

gujarat

ETV Bharat / sukhibhava

World Birth Defects Day: નવજાત બાળકની આ ખાસ વાત વિશે દરેક માં-બાપે જાણવું - Birth defects Reason

વિશ્વભરમાં જન્મ દોષોના કારણે થનારી જાનહાનિ, વિકલંગતા જેવી સમસ્યાઓ (what are birth defects) પર નિયંત્રણ લાવવા માટે WHO તથા અન્ય સંસ્થાઓ દ્વારા એક ઝુબેંશ ચલાવામાં આવી રહી છે. આ ઝુંબેશ હેઠળ 3 માર્ચના રોજ વિશ્વ જન્મ દોષ દિવસ (World Birth Defects Day) મનાવામાં આવે છે. જાણો આ વિશે ઉંડાણપૂર્વક.

World Birth Defects Day: નવજાત બાળકની આ ખાસ વાત વિશે દરેક માં-બાપે જાણવું
World Birth Defects Day: નવજાત બાળકની આ ખાસ વાત વિશે દરેક માં-બાપે જાણવું

By

Published : Mar 4, 2022, 11:19 AM IST

બાળકો જો કોઇ ગંભીર સમસ્યા સાથે જન્મયા હોય, તો તે ઘણીવાર તેના જીવન પર ભારે પડે છે. ખરેખર તો આ પ્રકારના કેસોનો દર વધતો જાય છે. આંકડા પર નજર કરીએ તો મોટી સંખ્યામાં બાળકો દર વર્ષે મૃત્યુનો શિકાર બન્યા છે અથવા તેમને આજીવન અપંગતા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા જારી કરેલી એક સૂચના પ્રમાણે, 40 લાખ જેટલા બાળકોનો જન્મ 2021માં ભારત, બાંગ્લાદેશ, ભુતાન, માલદીવ્સ, મ્યાનમાર અને નેપાળમાં થયો હતો, જેમાંથી 45 હજાર જન્મજાત ડિસઓર્ડર (Causes of birth defects) હતા. ઉલ્લેખનીય છે કે, આ ડેટા WHO દ્વારા એકત્રિત કરવામાં આવ્યો છે.

જન્મજાત ખામીને લીધે બાળકોને મૃત્યુ

જન્મજાત ખામીને (Birth defects Reason) લીધે, બાળકોને મૃત્યુ અથવા જટિલ રોગોનો સામનો ન કરવો પડે તે ઉદેશ્યથી 3 માર્ચે વિશ્વ જન્મદોષ દિવસ મનાવવામાં આવે છે. આ સંજોગોમાં વિશ્વ આરોગ્ય સંસ્થા અને તેના આનુષંગિકો દેશો દ્વારા આ ખાસ દિન નિમિતે વૈશ્વિક સ્તરે તમામ જન્મજાત વિકૃતિઓ વિશે જાગૃતતા લાવવાના પ્રયત્નો કરાયા છે.

બાળકોનો દક્ષિણપૂર્વ એશિયામાં મૃત્યુનો ત્રીજો ભાગ, જાણો તેનું કારણ

આ ખાસ દિન નિમિતે દક્ષિણપૂર્વ એશિયામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રાદેશિક ડિરેક્ટર, ડૉ. પોનામ ખેત્રપાલ સિંહ, આ ડિસઓર્ડરથી પીડાતા બાળકોનો દક્ષિણપૂર્વ એશિયામાં મૃત્યુનો ત્રીજો ભાગ, જ્યારે નવજાતના મૃત્યુનું ચોથું સૌથી મોટું કારણ પ્રકાશમાં આવ્યું છે. મળતી બાતમીના આધારે, નવજાતના 12 ટકા મૃત્યુ માટે જન્મજાત ખામી જવાબદાર છે. જન્મની ખામીને લીધે ફક્ત મૃત્યુ જ નહી પણ લાંબી માંદગી અથવા ડિસેબિલિટી સમસ્યા પણ થવાની સંભાવના છે.

આ પણ વાંચો:Hand Senitizer harmful for Environment: જાણો કેવી રીતે હેન્ડ સેનિટાઇઝર સ્વાસ્થ સાથે પર્યાવરણને પણ હાનિ પહોંચાડે છે

જાણો કઇ રીતે બાળકનો વિકાસ નથી થતો

જન્મદોષ સમસ્યાઓ એ છે, જે બાળકને જન્મ પૂર્વ માંના ગર્ભામાં જ તેમના પર પ્રભાવ કરવા લાગે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, મોટાભાગના જન્મજાત વિકૃતિઓ ગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિના દરમિયાન ઉત્પન્ન થાય છે. ખરેખર તો જન્મજાત રોગ કે કોઇ ખામી માટે મુખ્યરૂપે આનુવંશિક્તાને જવાબદાર માનવામાં આવે છે, પરંતુ કેટલીકવાર ફોલિક એસિડની કમી, કોઇ પ્રકારના માંને ચેપ, શરાબ કે ધુમ્રપાન, શરીર સંબંધ બાંધવો કે પછી કોઇ કોમોરબીટીના કારણે, ગર્ભાવસ્થામાં દરમિયાન લેવામાં આવતી દવાઓના સાઇડઅફેક્ટસ તથા ઘણીવાર મોટી ઉંમરમાં ગર્ભધારણ કરવાના લીધે પણ માંના ગર્ભમાં બાળકને રોગ કે સમસ્યા અસર કરે છે.

જાણો ચિકિત્સકો અને નિષ્ણાંતો દ્વારા આપાયેલી સામાન્ય અને દુર્લભ જન્મજાત ખામી વિશે...

  • હૃદયમાં છિદ્ર
  • હ્રદયના બનાવચમાં વિકાર
  • ન્યુરલ ટ્યૂબ ખામી
  • થૈલેસીમિયા
  • શારીરિક અપંગતા
  • સમન્વય અથવા સિફિલિસ
  • હર્નીયા
  • ક્લબ ફૂટ
  • હિપ ડિસ્પ્લેસિયા
  • થોડા કાપેલા હોઠ
  • સેરેબ્રલ પાલ્સી
  • હાર્ટ મર્મર
  • ડાઉન સિન્ડ્રોમ
  • ફૉકોમેલિયા સિન્ડ્રોમ
  • કૌડલ રીગરેશન સિન્ડ્રોમ
  • માઇક્રો સેફલી
  • પોલેન્ડ સિન્ડ્રોમ
  • કૈનિયોફ્રંટોનેજલ ડિસ્પલેસિયા
  • બૈલર ગિરોલ્ડ સિન્ડ્રોમ
  • ઇપેન સિન્ડ્રોમ
  • ફાઇનલ સિન્ડ્રોમ વગેરે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વાર જારી યાદી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વાર જારી યાદીમાં જન્મદોષને લઇને તેની યોજનાઓ અંગે વધુ માહિતી આપતા ડૉ. પોનામ ખટ્રલ સિંઘે જણાવ્યું હતું કે, જે દક્ષિણપૂર્વ એશિયા પ્રદેશના તમામ દેશોમાં વિશ્વના જન્મ દોષ દિવસ ચળવળની ગતિને વધારતા, જન્મજાત વિકારોના નિવારણ, આ પ્રકારના બાળકો પર નજર રાખવી તેમજ આ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવી આ પ્રકારના પગલાને આગળ ધપાવાના પ્રયાસ કરવાનું ચાલુ રાખવામાં આવશે. આ દિશામાં બધા સદસ્યો દેશો દ્વારા જન્મ દોષોને અટાકાવવા અથવા તેના પર નિયંત્રણ માટે રાષ્ટ્રરીય સ્તર પર યોજનાઓ ઘડવામાં આવશે. સાથે જ હોસ્પિટલ આધારિચ જન્મજાત વિકાર નિગરાની કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવશે.

આ પ્રકારની WHOની યોજના

આ સાથે જ તેને જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા ક્ષેત્રવ્યાપી પ્રયત્નોની મદદથી, 2023 સુધી ખીલ અને રુબેલાને દૂર કરવાને અગ્રતા આપવામાં આવી છે. જેમાંથી દક્ષિણપૂર્વ એશિયા ક્ષેત્રના તમામ દેશો કન્યાઓની રુબેલા રસીકરણ માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે. આ ઉપરાંત, ફોલિક એસિડ-નિવારક ન્યુરલ ટ્યુબ ખામીમાં 35 ટકા થૈલેસીમિયાના પીડિત બાળકોના જન્મમાં 50 ટકા ઘટાડો અને જન્મજાત સિફિલિસને દૂર કરવાની પણ સંસ્થાની પ્રાથમિકતા છે.

આ પણ વાંચો:વાયુ પ્રદૂષણ બાળકોમાં ADHDનું જોખમ વધારી શકે છે: સંશોધન

ABOUT THE AUTHOR

...view details