- કોવિડમાંથી સાજા થયેલા દર્દીઓને પણ ખતરો
- દર્દીઓને પાછળથી થાય છે ફેફસાની તકલીફ
- 83 ટકા દર્દીઓ થાય છે ફરી બિમાર
ન્યૂઝ ડેસ્ક: એક નવા અભ્યાસમાં સામે આવ્યું છે કે સામાન્ય રીતે દર્દીઓ કોવિડ સંક્રમણના કારણે હોસ્પિટલમાં દાખલ થાય છે. જો કે આ સ્થિતિમાં ફેફસાને અસર થાય છે. જેને કોવિડ ન્યૂમોનિયાની સ્થિતિ કહેવામાં આવે છે. અભ્યાસમાં સામે આવ્યું છે કે એક વર્ષ પછી એક તૃત્યાંશ દર્દીઓને ફેફસા કામ કરતાં બંધ થઇ જાય છે. આ પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં વધારે જોવા મળે છે. બ્રિટેનના સાઉથમ્પટમિ વિશ્વવિદ્યાલયના સંશોધનકર્તાએ શોધ્યું છે કે લગભગ એક ચતુર્થાંશ દર્દીઓના સીટી સ્કેનમાં સામે આવ્યું છે કે ફેફસાના કેટલાક ભાગમાં ઇંફેક્શન થયું અને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા આરોગીઓમાં ફેફસામાં ગંભીર પરિવર્તન જોવા મળ્યું છે. લગભગ 5 ટકા રોગીઓમાં હજી પણ શ્વાસ ચડવાની તકલીફ જોવા મળે છે.
વધુ વાંચો:કોરોના કાળમાં વધી ઑક્સિમીટરની માંગ, જાણો તેના કાર્ય