નયૂઝ ડેસ્ક: શિયાળાની ઋતુમાં ઘણા લોકો ઠંડીથી બચવા અને રાહત મેળવવા માટે સૂતા સમયે સ્વેટર કે મોજાં પહેરીને (Tips for a healthy winter) સુતા હોય છે. બાળકો હોય કે મોટાઓ, આ આદત કોઈપણ માટે સારી નથી. આ વિશે ચિકિત્સકોનું માનવું છે કે, આ આદત શિયાળામાં ડાયાબિટીસના દર્દીઓ, હૃદયના દર્દીઓ, બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાતા લોકો અને શ્વાસ લેવામાં તકલીફથી (winter health care tips) પીડાતા લોકો માટે સમસ્યાઓ વધારી શકે છે.
ચિકિત્સક ડૉ. રાજેશ સિંહ ગ્રેવાલએ આપી માહિતી
હરિયાણાના વરિષ્ઠ ચિકિત્સક ડૉ. રાજેશ સિંહ ગ્રેવાલ (winter season special advices) જણાવે છે કે, શિયાળામાં સ્વેટરને વધુ સમય માટે પહેરી રાખવાથી ઇન્ફેક્શનનું જોખમ તો વધે જ છે, સાથે આ પ્રથા સ્વાસ્થ્ય અને ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. જેમાંના કેટલાક મુખ્ય નીચે છે.
રેસામમાંથી થતી બીમારી વિશે જાણો
ડૉ. રાજેશ સમજાવે છે કે, મોટા ભાગના ગરમ કપડાં મોટા રેસામમાંથી બનેલા હોય છે. મોટા ભાગના લોકો ઉનના કપડા પહેરી રોજ ધોતા નથી, જેથી રજ રેસામાં એકઠી થાય છે અને ગરમ કપડા હોવાથી શરીર પર પરસેવો કે ગંદકી આવવાથી તેમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે. આ સિવાય ગરમ કપડાં પર લિન્ટ પણ આવે છે. આવી સ્થિતિમાં, જે લોકો પહેલાથી જ અસ્થમા, બ્રોન્કાઇટિસ જેવા શ્વાસ સંબંધિત રોગો ધરાવે છે, તેમની સમસ્યાઓ ધૂળ, બેક્ટેરિયા અથવા લિન્ટના કારણે વધી જાય છે. આ ઉપરાંત રાત્રે સ્વેટર પહેરી રાખવાથી તેમાં ચોટલી ધૂળને કારણે કફની સમસ્યા ઉદ્ભવે છે.
રાત્રે સ્વેટર પહેરવાથી બ્લડ પ્રેશરને કરે છે અસર
આ સાથે રાત્રે સ્વેટર પહેરવાથી પરસેવો વળતા બ્લડ પ્રેશરને અસર કરે છે.શિયાળાની ઋુતુમાં આપણી રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે, જ્યારે આપણે સ્વેટર, કેપ અથવા મોજાં પહેરીને સૂઈએ છીએ, ત્યારે આપણું શરીર સ્વેટર અને રજાઇ બંનેના પ્રભાવથી ગરમ થાય છે અને તે ગરમી આપણા ઊની કપડાં અને રજાઇને કારણે બહાર નીકળતી નથી, જેના કારણે ગૂંગળામણ થાય છે. તેમ તેમ સમસ્યાઓ વધે છે.