ન્યૂઝ ડેસ્ક: આયુર્વેદ એક એવું શાસ્ર છે જેમાં દરેક ઈલાજની બેઝિક મેડિસીન ઘરમાંથી જ મળી રહે છે. ખાસ કરીને જ્યારે કોઈ રોગ સામાન્ય હોય ત્યારે ઘરના રસોડામાંથી એની દવા મળતી જતી હોય છે. ખાધેલું જમવાનું યોગ્ય રીતે પાચન ન થવાની પીડાને અપચો કહેવામાં આવે છે. જેમાં ક્યારેક પેટ બગડે છે તો ક્યારે ટોયલેટ ન થવાને કારણે સવાર તો શું આખો દિવસ બગડે છે. અપચાની સમસ્યા ત્યારે જ થાય છે, જ્યારે પાચન યોગ્ય રીતે ન થતું હોય.
જ્યારે વ્યક્તિનું પેટ દરેક પ્રકારના આહારને સહન કરી શકતું નથી એટલે ફૂડ પેડમાં પડ્યું રહે છે જેના કારણે શરીરને યોગ્ય પ્રમાણમાં કોઈ પોષકતત્વ મળતા નથી. કોઈ અન્ય પ્રકારની સમસ્યાને કારણે જ્યુસ અને ખાદ્ય પદાર્થ અલગ થઈ શકતા નથી. ડિસપેપ્સિયા (અપચા) દરમિયાન સામાન્ય રીતે પેટની અંદર ઊપરના ભાગમાં દુખાવા થાય છે. પરંતુ આ તેનું એકમાત્ર લક્ષણ નથી. જ્યારે અપચો થાય છે, ત્યારે શરીર સ્મૂથ રહેતું નથી. ટોયલેટ બરોબર આવતું નથી. દિવસ આખો એવો લાગે જાણે પેટ ભારી ભારી થયું હોય.
લાઈફસ્ટાઈલ બદલોઃજો અપચાની સમસ્યાથી પરેશાન છો, તો દવાઓની જરૂર નથી, પરંતુ કેટલાક પરિવર્તન અનિવાર્ય છે. અપચાની પીડા ત્યારે જ થાય છે. જ્યારે પાચન યોગ્ય રીતે ન થતું હોય. અપચાની પીડા બચવા માટે સૌથી પહેલા ફૂડ અને લાઈફસ્ટાઈલ બદલવાની જરૂર છે.