ગુજરાત

gujarat

Water Aerobics Benefits : શરીર અને મનને અસંખ્ય ફાયદા આપતું વોટર એરોબિક્સ

વોટર એરોબિક્સ એ વર્તમાન સમયની સૌથી ટ્રેન્ડી કસરતોમાંની એક છે. પહેલાંના સમયમાં તે ફક્ત ખાસ કરીને રમતવીરોની તાલીમમાં જ સમાવવામાં આવતું હતું. પરંતુ હાલમાં તે રમતગમતના લગભગ તમામ પ્રકારની તાલીમમાં સામેલ છે. એટલું જ નહીં તેના ફાયદાઓને (Water Aerobics Benefits) કારણે આજકાલ દરેક ઉંમરના લોકો આ એક્સરસાઇઝ સ્ટાઇલને પસંદ કરી રહ્યા છે.

By

Published : Dec 13, 2021, 3:57 PM IST

Published : Dec 13, 2021, 3:57 PM IST

Water Aerobics Benefits : શરીર અને મનને અસંખ્ય ફાયદા આપતું વોટર એરોબિક્સ
Water Aerobics Benefits : શરીર અને મનને અસંખ્ય ફાયદા આપતું વોટર એરોબિક્સ

  • વોટર એરોબિક્સના ફાયદાઓને જાણો
  • તન જ નહીં, મનના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી
  • મનોરંજન સાથે સારી કસરતનો વિકલ્પ છે વોટર એરોબિક્સ

વોટર એરોબિક્સ માત્ર વજન ઘટાડવા માટે જ નહીં, શરીરને લવચીક બનાવવા અને શરીરના સ્નાયુઓ અને હાડકાંના સ્વાસ્થ્યને સુધારવા માટે પણ આદર્શ માનવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં મહિલાઓ જ નહીં પણ પુરૂષોમાં પણ આ પ્રકારની કસરત તરફનું વલણ ઘણું વધ્યું છે. કારણ એ છે કે તેના અસંખ્ય ફાયદા છે. વોટર એરોબિક્સ એ (Water Aerobics Benefits) કસરતનું એક મનોરંજક સ્વરૂપ છે જે કોઈપણ ઉંમરે કરી શકાય છે. સામાન્ય સંજોગોમાં પણ તે સગર્ભા સ્ત્રીઓ માટે સારી પ્રવૃત્તિ કે કસરત ગણાય છે.

વોટર એરોબિક્સ શું છે અને તેના ફાયદા

વોટર એરોબિક્સ એટલે કમરની સુધીના પાણીમાં એરોબિક્સનો અભ્યાસ અથવા કસરત. આ પ્રકારની કસરતમાં એરોબિક્સની પ્રેક્ટિસ સિવાય સામાન્ય કસરત, ઝુમ્બા, યોગાભ્યાસ અને વૉકિંગ પણ કરી શકાય છે. સંગીતનો સમાવેશ કરવાથી આ પ્રકારની પ્રેક્ટિસનો આનંદ વધે છે અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ તેના ફાયદા (Water Aerobics Benefits) વધે છે. તે પ્રતિકારક તાલીમની ઉત્તમ પદ્ધતિ માનવામાં આવે છે. ખાસ કરીને તરવૈયાઓ અને અન્ય વિદ્યાશાખાના રમતવીરો પણ તેમના પ્રદર્શન અને શારીરિક ક્ષમતાને સુધારવા માટે આ પ્રકારની તાલીમ અપનાવવાનું પસંદ કરે છે.

વોટર એરોબિક્સ હંમેશા કુશળ પ્રશિક્ષકની દેખરેખમાં કરો

ઈન્દોરના સ્પોર્ટ્સ કોચ (સ્વિમિંગ અને બાસ્કેટબોલ) અને ફિટનેસ એક્સપર્ટ રાખી સિંહ કહે છે કે વોટર એરોબિક્સ હંમેશા કુશળ પ્રશિક્ષકના નેતૃત્વમાં શરૂ કરવું જોઈએ. આ સિવાય જે લોકો કોઈપણ પ્રકારની ઓર્થોપેડિક અથવા અન્ય સમસ્યાઓથી પીડિત અથવા સાજા થઈ રહ્યા છે અને સગર્ભા સ્ત્રીઓએ આ પ્રકારની કસરત (Water Aerobics Benefits) શરૂ કરતા પહેલા એકવાર તેમના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને ટ્રેનરને તેમની સ્થિતિ વિશે પણ જાણ કરવી જોઈએ.

વોટર એરોબિક્સના ફાયદા

રાખી સિંહનું કહેવું છે કે પાણીમાં એરોબિક્સ કે અન્ય કસરત કરવાથી માત્ર સ્નાયુઓની તંદુરસ્તી સુધરે છે અને કાર્ડિયોવેસ્ક્યુલર અને અન્ય અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓમાં રાહત મળે છે, તેમજ વજન ઘટે છે, શરીરમાં લચીલાપણું વધે છે અને હતાશામાં, તણાવમાં અને ટેન્શનમાં પણ રાહત (Water Aerobics is good for body and mind) મળે છે. વોટર એરોબિક્સના આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા (Water Aerobics Benefits) છે, જેમાંથી કેટલાક નીચે મુજબ છે.

વોટર એરોબિક્સ વજન અને કેલરી ઘટાડવામાં મદદ કરે છે. ખાસ કરીને ઠંડા પાણીમાં તરવા કે કસરત કરવાથી આપણું શરીર પોતાને ગરમ રાખવા માટે વધુ કેલરી બર્ન કરે છે અને શરીર જેટલી વધુ કેલરી વાપરે છે તેટલું વજન ઓછું થાય છે.

  • પાણીમાં વ્યાયામ કરવાથી સ્નાયુઓની તંદુરસ્તી જાળવવામાં તેમજ તેમને કડક કરવામાં મદદ મળે છે, એટલે કે તેમને ટોન કરવામાં અને તેમની શક્તિ વધારવામાં મદદ મળે છે. આ સિવાય પાણીના દબાણથી મસાજ જેવી સ્નાયુઓને પણ આરામ મળે છે, જેનાથી દર્દ જેવી સમસ્યામાં પણ રાહત મળે છે અને તેમની લવચીકતા વધે છે.
  • પાણીમાં વ્યાયામ કરવાથી સાંધાઓની સાથે-સાથે માંસપેશીઓનો તણાવ (Water Aerobics Benefits) ઓછો થાય છે. વાસ્તવમાં પાણીમાં કસરત કરતી વખતે, તેના વજનને કારણે શરીર પર દબાણ ઓછું થાય છે અને શરીરના વજનને કારણે, હાડકાં પર ખાસ કરીને સાંધાઓ પર વધુ ભાર નથી અનુભવાતો. જેના કારણે જમીન પર કરવામાં આવતી કસરતની તુલનામાં પાણીમાં કસરત કરવાથી સાંધાને નુકસાન થવાનું જોખમ પણ ઘણું ઓછું થઈ જાય છે.
  • વોટર એરોબિક્સનો અભ્યાસ કરવાથી હૃદયની તંદુરસ્તી સુધરી શકે છે. પાણીમાં વ્યાયામ કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે. જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.
  • પાણીમાં વ્યાયામ કરવાથી ઊંઘ પણ સુધરે છે. આ સાથે આવી કસરતો તણાવ અને હતાશા સહિતની અન્ય માનસિક પરિસ્થિતિઓના નિકાલમાં (Water Aerobics is good for body and mind) તેમજ માનસિક શાંતિ પ્રદાન કરવામાં પણ (Water Aerobics Benefits) ફાયદો કરે છે.

આ પણ વાંચોઃ common health problems faced by women : હળવી સ્વાસ્થ્ય સમસ્યાઓને વણજોઇ કરવી મહિલાઓને પડી શકે છે ભારે

આ પણ વાંચોઃ Plant oils for skin and hair care : ત્વચા અને વાળની એકસ્ટ્રા કેર માટે જાણો જુદા જુદા પ્લાન્ટ ઓઇલના ઉપયોગ

ABOUT THE AUTHOR

...view details