ઓરી એ ભયંકર ચેપી રોગ છે. તે વાયરસના કારણે થાય છે અને તેની કોઈ સારવાર ઉપલબ્ધ નથી. તેનાથી બચવાનો એક માત્ર રસ્તો તેની રસી છે જે સરળતાથી ઉપલબ્ધ પણ છે અને તેની કીંમત પણ ઓછી છે. WHO એ પણ ઉલ્લેખ કર્યો હતો કે 1963માં જ્યારે રસી શોધાઈ અને મોટા પ્રમાણમાં રસીકરણ થયુ તે પહેલા આ રોગચાળો ફેલાયો હતો અને ઓરીના કારણે દર વર્ષે લગભગ 2.6 મીલિયન લોકોના મૃત્યુ થયા હતા. જો કે આ રસીકરણના પરીણામે વર્ષ 2000 થી 2018ની વચ્ચે ઓરીના કારણે થતા મૃત્યુમાં 73%નો ઘટાડો નોંધાયો છે.
ઓરી વીશે કેટલીક વધુ માહિતી
ઓરી એ એક વાયરસથી થતો રોગ છે જે પેરામિક્સોવાયરસ પરીવાર સાથે સંકળાયેલો છે અને જ્યારે ચેપગ્રસ્ત વ્યક્તિને છીંક કે ખાંસી આવે છે ત્યારે તેના દ્વારા તે ફેલાય છે. વાયરસ શ્વસન દ્વારા પ્રવેશ કરે છે અને ત્યાર બાદ ધીરે ધીરે આખા શરીરમાં ફેલાય છે. જે બાળકને રસી આપવામાં નથી આવી તે બાળક અન્ય બાળકોની સરખામણીમાં હાય રીસ્ક પર રહે છે. જો કે જે સગર્ભાને રસી નથી આપવામાં આવી તે અને જે લોકોએ રસી લીધી છે પરંતુ રોગ પ્રતિકારક ક્ષમતા નથી તેને પણ ઓરી થઈ શકે છે.
લક્ષણો
વાયરસના સંપર્કમાં આવ્યાના 7 થી 14 દિવસના સમયગાળામાં તેના લક્ષણો દેખાઈ શકે છે અને સમય જતા પરીસ્થીતિ ખરાબ થઈ શકે છે અને કેટલીક મુશ્કેલીઓ પણ ઉભી થઈ શકે છે. સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન (CDC)ના કહેવા પ્રમાણે આ રોગ સાથે સંપર્ક થયા બાદ નીચે પ્રમાણેના લક્ષણો દેખાઈ શકે છે.
ઓરીના સંપર્કમાં આવ્યાના 7 થી 14 દિવસની અંદર પહેલા દેખાતા લક્ષણો
ઓરીની શરૂઆત આ રીતે થાય છે
- તાવ (104 સેલ્સીયસથી વધુ તાવ આવી શકે છે)
- ઉધરસ
- શરદી
- લાલ અને સફેદ આંખ (નેત્રસ્તર દાહ)
- લક્ષણો દેખાયાના બે થી ત્રણ દિવસની અંદર મોંની અંદર ઝીણી ફોલ્લીઓ થઈ શકે છે.
- લક્ષણો દેખાયાના બે થી ત્રણ દિવસમાં મોંની અંદર નાની સફેદ ફોલ્લીઓ થઈ શકે છે.
- લક્ષણો દેખાયાના ત્રણ થી પાંચ દિવસની અંદર ઓરીની ફોલ્લીઓ દેખાઈ શકે છે.
- લક્ષણો દેખાયાના ત્રણથી પાંચ દિવસની અંદર ઓરીની ફોલ્લીઓ દેખાઈ શકે છે. સામાન્ય રીતે તે કપાળ પર લાલ ટપકા સ્વરૂપે દેખાય છે અને ત્યાર બાદ ગરદન, છાતી, બાવળા, પગ અને તળીયા સુધી નીચે ઉતરે છે.
- આ લાલ ટપકા ફોલ્લીઓ સ્વરૂપે રૂપાંતરીત થાય છે.
- આ ટપકા એક બીજાને મળે છે કારણ કે તે માથાથી આખા શરીરમાં ફેલાય છે.
- જ્યારે આ ટપકા દેખાય છે ત્યારે દર્દીનો તાવ 104 સેલ્સીયસ ફેરનહીટ સુધી જઈ શકે છે.
- ઓરીને કારણે થતી સમસ્યાઓ
- ઓરીને કારણે નીચે પ્રમાણેની સમસ્યાઓ પણ થઈ શકે છે.
- કાનનું ઇન્ફેક્શન
- ઝાડા, જેના કારણે ડીહાયડ્રેશન પણ થઈ શકે છે.
- ન્યુમોનીયા અને શ્વાસનળીમાં સોજો આવવો
- એન્સેફાલીસીસ
- ગર્ભાવસ્થા દરમીયાનની બીમારી
- આંખનું ઇન્ફેક્શન
- અંધાપો
રસીકરણ વીશે કેટલીક માહિતી
નેશનલ હેલ્થ પોર્ટલ ઓફ ઇન્ડીયા (NHP) જણાવે છે કે, “WHO દ્વારા તમામ બાળકોને ઓરી રસીના બે ડોઝ એકલા અથવા ઓરી-રૂબેલા (MR) અથવા ઓરી-રૂબેલા-ગાલપચોડીયાના સંયોજનમાં ભલામણ કરવામાં આવી છે. ભારતમાં યુનીવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ અંતર્ગત ઓરીની રસી આપવામાં આવે છે. આ રસી 9 થી 12 મહિનાની ઉંમરના બાળકોને ઓરી-રૂબેલાનો પ્રથમ ડોઝ આપવામાં આવે છે જ્યારે 16 થી 24 મહિનાની ઉંમરના બાળકોને બીજો ડોઝ આપવામાં આવે છે.”