ગુજરાત

gujarat

ETV Bharat / sukhibhava

પેશાબ એક મહત્વપૂર્ણ શારીરિક ક્રીયા - traumatic brain injury

પેશાબ એ એક મહત્વપૂર્ણ શારીરિક ક્રીયા છે અને તેના માટે શરીરના જુદા જુદા ભાગોના આશ્ચર્યજનક સંકલનની જરૂર પડે છે. બાળક તરીકે આપણે દરેકના ખોળામાં પેશાબ કરવાની મજા માણતા હતા (જોકે હવે ડાયપરે આ આનંદ છીનવી લીધો છે) પરંતુ ત્યાર બાદ આપણે જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ આપણા મગજે આ ક્રીયા પરનુ નિયંત્રણ પોતાની પાસે લઈ લીધુ. શૌચાલય માટેની તાલીમ અને તેની પદ્ધતિ નક્કી કરવામાં સામાજીક ધોરણો ખુબ મોટી ભૂમિકા ભજવે છે.

પેશાબ એક મહત્વપૂર્ણ શારીરિક ક્રીયા
પેશાબ એક મહત્વપૂર્ણ શારીરિક ક્રીયા

By

Published : Sep 4, 2020, 1:05 PM IST

હૈદરાબાદ : પેશાબ એ એક મહત્વપૂર્ણ શારીરિક ક્રીયા છે અને તેના માટે શરીરના જુદા જુદા ભાગોના આશ્ચર્યજનક સંકલનની જરૂર પડે છે. બાળક તરીકે આપણે દરેકના ખોળામાં પેશાબ કરવાની મજા માણતા હતા (જોકે હવે ડાયપરે આ આનંદ છીનવી લીધો છે) પરંતુ ત્યાર બાદ આપણે જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ આપણા મગજે આ ક્રીયા પરનુ નિયંત્રણ પોતાની પાસે લઈ લીધુ. શૌચાલય માટેની તાલીમ અને તેની પદ્ધતિ નક્કી કરવામાં સામાજીક ધોરણો ખુબ મોટી ભૂમિકા ભજવે છે.

અન્ય એક બાબત એ છે કે, એક પુખ્ત વયના વ્યક્તિ તરીકે આપણને એ પસંદ નથી કે આપણા પેશાબવાળા કપડા કોઈ અન્ય વ્યક્તિ સાફ કરે. પરંતુ મગજની ઈજાને કારણે પેશાબની ક્રીયા, તેના પર કાબુ મેળવવાની ક્રીયા તેમજ પેશાબ પસાર થવાની ક્રીયા પર અસર થાય છે જે દર્દી અને તેની કાળજી લેનાર વ્યક્તિ બંન્ને માટે મુશ્કેલી સમાન હોય છે. સમય જતા તે સામાજીક પ્રભાવને પણ જન્મ આપે છે.

ETV Bharat Sukhibhavaએ ગોવાની માર્ગાઓની રોયલ હોસ્પીટલના રેનલ સર્વીસીઝના ડીરેક્ટર, MS, DNB, UROLOGY, MNAMS, FICS એવા સીનીયર યુરોલોજીસ્ટ અને એન્ડ્રોલોજીસ્ટ ડૉ. શૈલેશ કામત સાથે આ વિષય પર માહિતી મેળવવા માટે કેટલીક વાતચીત કરી હતી.

કેવી રીતે આપણુ મગજ પેશાબ કરવાની ક્રીયાને નીયંત્રીત કરે છે ?

પેશાબના ચક્રમાં બે તબક્કાઓ છે. પહેલો તબક્કો સંગ્રહનો તબક્કો છે અને બીજો પેશાબ શરીરમાંથી બહાર નીકળવાનો તબક્કો છે. મગજમાં બે કેન્દ્રો છે; એક જે પેશાબના સંગ્રહ વખતે મુત્રાશયને પહોળુ કરે છે અને બીજુ જે પેશાબની પ્રકીયા દરમીયાન મુત્રાશયને ફરી સંકોચે છે.

પેશાબની પ્રક્રીયને કોઈ મુશ્કેલી વગર પુર્ણ કરવા માટે આ બંન્ને કેન્દ્રો વચ્ચે સંકલન હોવુ જરૂરી છે.

શું સ્ટ્રોક પેશાબમાં સમસ્યા પેદા કરી શકે છે ?

હા. જ્યારે વ્યક્તિ સ્ટ્રોકનો શીકાર બને છે ત્યારે તેના મગજમાં રહેલુ એ સેન્ટર કે જે મુત્રાશયમાં પેશાબના સંગ્રહ સમયે તેને પહોળુ કરવાનું કામ કરે છે કે કેન્દ્રમાં નુકસાન પહોંચે છે. પરીણામે પેશાબ ભરાવવાની પ્રક્રીયા દરમીયાન પણ મુત્રાશય સંકોચાય છે. તેના કારણે એવી સ્થીતિનું નિર્માણ થાય છે જેને આપણે એક્ટીવ બ્લેડર કહી શકીએ. આ સ્થીતિમાં દર્દીને તાત્કાલીક અને વારંવાર પેશાબ કરવા જવું પડે છે. ક્યારેક આ એટલું તીવ્ર હોય છે કે દર્દી તેના અંત:વસ્ત્રોમાં જ પેશાબ કરવા મજબૂર બને છે.

આ સ્થીતિને તમે કેવી રીતે જુઓ છો ?

સૌ પ્રથમ આ લક્ષણો ધરાવતા કોઈપણ દર્દીએ પોતાના ડૉક્ટરની સલાહ લઈને મગજના ઇમેજીંગ (સીટી અથવા એમઆરઆઇ સ્કેન) તેમજ મુત્રાશયનું અલ્ટ્રાસાઉન્ડ કરાવવુ જોઈએ. ત્યાર બાદ, અમે મુત્રાશયને અંકુશમાં રાખવા માટે ‘બ્લેડર સેડેટીવ્સ’ જેવી દવાઓનું મીશ્રણ આપીએ છીએ. સામાન્ય રીતે આ દર્દીઓ મળ પસાર કરવામાં પણ તકલીફ અનુભવે છે જેની સારવાર કરવી પણ જરૂરી છે.

શું મગજની ઈજા જાતીય ક્રીયાને અસર કરે છે ?

હા, કરે છે. મગજના કયા ભાગ પર ઈજા પહોંચી છે તેના પર આધારીત છે કે તેની કેવી અસર પહોંચશે. તેના કારણે,

1.જાતીય ઈચ્છામાં ઘટાડો થાય છે.

2.ચેતાતંતુઓને નુકસાન થવાને કારણે ઇરેક્ટાઇલ ડીસફંક્શન થઈ શકે છે.

જો કે આ કીસ્સાઓમાં એન્ડ્રોલોજીસ્ટ પાસે નીદાન કરાવવુ જોઈએ કારણ કે દરેક કેસ અલગ હોય છે અને તે પ્રમાણે તેની દવા કે શસ્ત્રક્રીયાથી સારવાર કરવી જોઈએ.

આ પરીસ્થીતિને સમજવાથી દર્દી અને તેના પરીવારજનો સારવારના લાંબા સમયગાળા અને તેના સંભવિત પરીણામો માટે તૈયાર રહે છે. આ ક્ષેત્રમાં જાગૃતિ લાવવાથી દર્દી અને તેની કાળજી લેનારા વ્યક્તિ બંન્ને સારી રીતે તૈયાર રહી શકે છે અને આ પરીસ્થીતિ સામે યોગ્ય રીતે લડત આપી શકે છે.

વધુ પ્રશ્નો માટે, સંપર્ક, ડૉ. શૈલેશ કામત shaileshkamat@yahoo.com

ABOUT THE AUTHOR

...view details