3 મહિનાથી એક વર્ષ સુધીના બાળકમાં નીચે પ્રમાણેના લક્ષણો જોવા મળે છે:
- થાક
- ચીડિયાપણું
- ઉંઘ ન આવવી
- ખોરાક ઓછો થવો
- ફિક્કુ પડી જવુ
- પેટમાં દુખાવો થવો
- થેલેસેમીયા ધરાવતા બાળકની ફેમેલી હીસ્ટ્રી
- વારંવાર બીમાર થવું
- વજન ન વધવું
થેલેસેમીયાના શંકાસ્પદ કેસોમાં વિશેષ અને ઉંડાણપૂર્વકની તપાસ કરાવવી હિતાવહ છે.
શું આવા દર્દીઓનો એનીમીયા સ્ક્રીનીંગ કરવામાં આવે તો થેલેસેમીયાની જાણ થઈ શકે છે ?
હા, થઈ શકે છે. એનીમીયા સ્ક્રીનીંગ થેલેસેમીયાના કેરીયરને ઓળખી શકે છે. લોહીના આ ટેસ્ટમાં 9 થી 12gm%ના હિમોગ્લોબીન લેવલની જાણ થાય છે. આ ઉપરાંત MCV, MCH અને RDW જેવા અન્ય હેમોગ્રામ પરીમાણોનું પણ તેમાં પરીક્ષણ કરવામાં આવે છે.
સારવાર:
થેલેસેમીયા ધરાવતા બાળકને આજીવન દર બે થી ત્રણ અઠવાડિયામાં એક વખત બ્લડ ટ્રાન્સ્ફ્યુઝન કરવું પડે છે. પ્રી-ટ્રાન્સ્ફ્યુઝન એચબી 9gm% જાળવી રાખવુ પડે છે. 10 થી 15 બ્લડ ટ્રાન્સ્ફ્યુઝન થયા બાદ અથવા 1000ng/ml થી વધુ સીરમ ફેરીટીન બાદ આજીવન આઇરન ચેલેશનની દવા લેવી જરૂરી બની જાય છે.
થેલેસેમીયા વીશે જાગૃતિની જરૂરીયાત:
થેલેસેમીયા એ એક અનુવાંશીક બ્લડ ડીસઓર્ડર છે. થેલેસેમીયાના અલગ અલગ પ્રકાર આ પ્રમાણે છે:
થેલેસેમીયા મેજર: જીવનભર નિયમીત રીતે બ્લડ ટ્રાન્સ્ફ્યુઝન અને આઇરન ચેલેશનની જરૂર પડે છે.
થેલેસેમીયા ઇન્ટરમીડિયા: બે વર્ષની ઉંમરમાં જ થેલેસેમીયા હોવાની જાણ થઈ જાય છે. તેઓની સતત દેખરેખ રાખવી પડે છે અને જ્યારે જરૂર પડે ત્યારે બ્લડ ટ્રાન્સ્ફ્યુઝન કરવુ પડે છે.
થેલેસેમીયા માઇનોર: વસ્તીના 4 થી 5% લોકો થેલેસેમીયા માઇનોરના વાહક હોય છે. તેમનું Hb 9 થી 12gm% હોય છે.
લગ્ન પહેલા થેલેસેમીયા ટેસ્ટ (HbA2) કરાવવા માટે લોકોને જગૃત કરીને થેલેસેમીયાગ્રસ્ત બાળકોને જન્મતા અટકાવી શકાય છે. જો તેમનો HbA2 3.5gm%થી વધુ હોય તો તેઓ કેરીયર છે અને તેમને અન્ય કેરીયર સાથે લગ્ન ન કરવા જોઈએ. જો આપણે બે કેરીયર વચ્ચેના લગ્ન ને અટકાવી શકીએ તો આપણે થેલેસેમીયા મેજર ધરાવતા બાળકના જન્મને અટકાવી શકીએ છીએ.
રક્તદાન એ ખુબ જ સુરક્ષીત પ્રક્રીયા છે. 18 થી 60 વર્ષ વચ્ચેની વયની કોઈપણ વ્યક્તિ રક્તદાન કરી શકે છે. આ વ્યક્તિનું વજન 45 કીલોગ્રામથી વધુ હોવુ જોઈએ અને તેને ડાયાબીટીસ કે થાઇરોઇડ જેવી અન્ય કોઈ બીમારી ન હોવી જોઈએ. આવા દરેક વ્યક્તિ દર ચાર મહિને રક્તદાન કરી શકે છે. થેલેસેમીયા ધરાવતા બાળકનું જીવન બ્લડ ટ્રાન્સ્ફ્યુઝન પર ટકેલુ હોય છે. જ્યાંથી આવા બાળકો સુધી રક્ત પહોંચાડવામાં આવે છે ત્યાં રક્તની હંમેશા કમી વર્તાય છે.
આહારમાં કોઈપણ પ્રકારના ફેરફારની જરૂર છે ?
રોજીંદો સામાન્ય આહાર લઈ શકાય છે. જે ખોરાકમાં આઇરન વધુ માત્રામાં હોય તે ખોરાકને દરરોજ લેવાનું ટાળવું જોઈએ.
થેલેસેમીયા અને સીકલ સેલ સોસાયટી વીશે થોડી માહિતી:
સીકલ સેલ સોસાયટી એ હિમોગ્લોબીનોપથથી પીડિત ભારતીયો માટે શ્રેષ્ઠ સારવાર આપવા માટે કટીબદ્ધ છે. હૈદરાબાદ સ્થિત અમારી સંસ્થા છેલ્લા 22 વર્ષથી થેલેસેમીયાથી પીડિત બાળકોની સેવા કરી રહ્યા છે.