- વસંત ઋતુના સ્વાગત માટે ઉગાદી તહેવાર ઉજવાય છે
- ઉગાદીને હિન્દુ નૂતન વર્ષની શરૂઆત ગણવામાં આવે છે
- તહેવાર દરેક સ્થિતિમાં સકારાત્મક જીવ જીવવાનો આપે છે સંદેશ
ન્યૂઝ ડેસ્કઃ વસંત ઋતુના આગમનની સાથે ખેડૂતો માટે નવા પાકના આગમન તરીકે પણ ઉજવવામાં આવતો ઉગાદી તહેવાર મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ તથા કર્ણાટક સહિત વિવિધ રાજ્યોમાં અલગ અલગ નામે ઉજવવામાં આવે છે. હિન્દુ નવ વર્ષ તરીકે ચૈત્ર માસના પ્રથમ દિવસ પર ઉજવવામાં આવતા ઉગાદી તહેવારને આ વખતે 13 એપ્રિલે ઉજવવામાં આવી રહ્યો છે. સુખ, આરોગ્ય અને સંપન્નતાનો તહેવાર ગણાતો ઉગાદી તહેવાર અને તેની સાથે જોડાયેલી માન્યતાઓ વિશે આયુર્વેદાચાર્ય ડો. પી. બી. રંગનાયકુલુએ ETV Bharatની સુખી ભવઃની ટીમ સાથે વાતચીત કરી હતી.
આ પણ વાંચોઃહોમિયોપેથિથી શક્ય છે ઑટિઝમની સારવાર
ઉગાદી તહેવારનો ઈતિહાસ અને માન્યતાઓ
ડોક્ટર રંગનાયકુલુએ જણાવ્યું હતું કે, કાવેરી નદી અને વિંધ્યા પર્વતની વચ્ચે રહેતા લોકો ઉગાદીને નવા વર્ષની શરૂઆતના રૂપમાં ઉજવવામાં આવી છે. આટલું જ નહીં ભારતના વિભિન્ન હિસ્સાઓમાં તહેવારોને અલગ અલગ નામથી ઉજવવામાં આવે છે. ઉગાદી તહેવારને ચૈત્ર શુક્લની પ્રતિપદા તિથિને ઉજવવામાં આવે છે. આ તહેવારને દર વર્ષે એવી માન્યતા સાથે ઉજવવામાં આવે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં પરિવર્તન અને નવસર્જન બંધ ન થવું જોઈએ એટલે કે વ્યક્તિએ સમયની સાથે પોતાનામાં પરિવર્તન લાવતું રહેવું જોઈએ.
આ પણ વાંચોઃબાળકોમાં ઓટિઝ્મ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર અંગે બાળ મનોવૈજ્ઞાનિક શું કહે છે? જાણો
આ દિવસે દિવસ, મહિના અને વર્ષની ગણતરી કરી ભાસ્કર દ્વિતીયે હિન્દુ પંચાગ શરૂ કર્યું હતું
માનવામાં આવે છે કે 12મી સદીના ગણિતજ્ઞ ભાસ્કર દ્વિતીયે આ દિવસથી જ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી દિવસ, મહિના અને વર્ષની ગણતરી કરી હિન્દુ પંચાગ તૈયાર કર્યું હતું. તેમને 7મી સદીના બ્રહ્મગુપ્તના વંશજ ગણવામાં આવે છે. શાલીવાન શકની શરૂઆત પણ આ દિવસથી જ શરૂ થઈ હતી. પંચાગના અનુસાર ચૈત્ર નવા વર્ષ એટલે કે ઉગાદીની શરૂઆત આકાશીય ભૂમધ્ય રેખાથી સૂર્યના દક્ષિણથી ઉત્તર તરફ ગયા બાદ પહેલા ચંદ્રમા તથા સૂર્યોદય પછી માનવામાં આવે છે. આ દિવસે સૂર્ય મેષ તારામંડળમાં પ્રવેશ કરે છે. કેટલાક રાજ્યોમાં આ ઉત્સવને આ ઘટના થયા બાદ આગામી દિવસ સૂર્યોદય પછી ઉજવવામાં આવે છે. તમિલનાડુમાં આ ઉત્સવ 14 એપ્રિલે તમિથ પોથાનુના નામે ઉજવવામાં આવશે. ઉગાદીને વિવિધ રાજ્યોમાં વિભિન્ન નામથી ઉજવવામાં આવે છે. ઉત્તર ક્ષેત્રમાં આને હિન્દુ નવ વર્ષ, મહારાષ્ટ્રમાં ઉગાદી કે ગુડા પડવા તથા સિંધીઓમાં ચેટીચંદ તથા મણિપૂરમાં સજિબુ નોગમા પાનબા કે મેઈતેઈ ચેઈચોબાના નામે ઉજવવામાં આવે છે.
આયુર્વેદમાં ઉગાદી દરમિયાન બનાવવામાં આવતા પરંપરાગત વ્યંજનોના ફાયદા
- ડોક્ટર રંગનાયકુલુએ જણાવ્યું હતું કે, ઉગાદી તહેવાર પર ઘણી પરંપરાનું નિર્માણ કરવામાં આવે છે, જેમાં પારંપરિક ભોજન બનાવવું વિશેષ છે. આ પરંપરાઓને ઉજવવામાં આવતું પ્રતીક છે. સુખ, સંપન્નતાની સાથે જીવનમાં આવનારી દરેક મુશ્કેલીઓને પણ ખૂલ્લા મનથી અપનાવવાનો. આ માટે આ ઉત્સવ પર મીઠા, કડવા અને દરેક પ્રકારના સ્વાદવાળા વ્યંજનો બનાવવામાં આવે છે. ઉગાદી પર્વના દિવસે લીમડા અને ગોળના લાડુ વહેંચવામાં આવે છે, જેનો અર્થ છે કે, જીવનમાં સુખ અને દુઃખ બંનેમાં સંતુલન રહેવું જોઈએ.
- ડોક્ટર રંગનાયકુલુએ વધુમાં જણાવ્યું કે, આયુર્વેદમાં પ્રકૃતિના 6 સ્વાદનો સમાવેશ થયો છે, જે શરીર અને મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ સ્વાદ છે ગળ્યું, ખારું, ખાટું, કડવું, તીખી સુગંધ વાળા અને કસૈલા. ઉગાદીના દિવસે જીવનથી સાક્ષાત પરિચય માટે પ્રતીક તરીકે આ તમામ સ્વાદોને પરંપરાગત પકવાનમાં શામેલ કરવાની પરંપરા છે.