ન્યૂઝ ડેસ્કઃહળદરને આયુર્વેદમાં સૌથી (benefits of haldi) સરળ અને અસરકારક મેડિસન માનવામાં આવે છે. પણ કઈ સ્થિતિમાં તેનો ઉપયોગ કરી શકાય એ અંગે ઘણા લોકો અજાણ હોય છે. ઘણી વખત ઘાવ લાગે ત્યારે તો ઘણી વખત વધારે પડતું લોહી નીકળી ત્યારે હળદર ગુણકારી સાબિત થાય છે. ખાસ કરીને ડાયાબિટિઝના દર્દીઓ માટે હળદર સૌથી સરળ પાચક (Anti-inflammatory Turmeric) માનવામાં આવે છે. આનાથી બીજો ફાયદો એ થાય છે કે, હળદરથીશુગર પણ કંટ્રોલમાં રહે છે. માત્ર આયુર્વેદના જ નહીં પણ મેડિકલ શાખાના તબીબો પણ હળદરના ઉપયોગ અંગે સલાહ આપે છે. જોઈએ કેટલાક સરળ અને સ્પષ્ટ ઉપાયો.
જાણો હળદરના અનેક રોગો માટે ફાયદા અને તેના ઉપયોગ વિશે - Benefits of turmeric for eyes
કેટલાક ઘરગથ્થુ ઉપચાર એવા (home remedies for injuries) હોય છે જેનાથી ઈજા થાય ત્યારે તાત્કાલિક ડૉક્ટર સુધી દોડવાની જરૂર પડતી નથી. આમ તો હળદર શરીર માટે આશીર્વાદ સમાન માનવામાં આવે છે. ખાસ કરીને જ્યારે ઘાવ લાગે કે ઈજા થાય ત્યારે હળદર અકસીર પુરવાર થાય છે. પણ આ સિવાય પણ હળદરના કેટલાક એવા ગુણ છે જેનાથી ભાગ્યે જ કોઈને ખ્યાલ હોય છે.
હળદરના ગુણઃહળદરમાં કરક્યુમિન નામનું તત્ત્વ હોય છે. ડાયાબિટિઝના દર્દીઓ હળદરનું સેવન કરે તો શુગર નિયંત્રણમાં રહે છે. આ ઉપરાંત જ્યારે શરદી (Immunity booster Haldi) થઈ હોય ત્યારે પણ હળદર થોડો ગરમાવો આપે છે. આ સાથે શરદી પણ ઝડપથી મટી જાય છે. હળદર સુંઘવાથી પણ કફમાં ફાયદો થાય છે. પણ હળદરસુંઘી લીધા બાદ તરત પાણી પીવું ન જોઈએ. ઉનાળામાં માથામાં ગરમી થવી સામાન્ય મનાય છે. આવી પીડા વખતે હળદર અને દારુહરિદ્ર, ભુનિમ્બ, ત્રિફળા, લીમડો અને ચંદનને વાટીને માથામાં લગાવવાથી ફાયદો થાય છે. આ ઉપરાંત આંખમાં દુખાવો થતો હોય ત્યારે હળદરને ગુણકારી માનવામાં આવે છે. હળદરવાળુ દૂધ સવારે પીવાથી કિડનીને ફાયદો થાય છે. પથરીની સમસ્યા રહેતી નથી. આ સિવાય વહેલી સવારે ગરમ પાણી સાથે હળદર પીવાથી ગળાને પણ ફાયદો થાય છે.
કાનમાં રાહતઃલાંબા સમયથી કાનમાં દુખાવો થતો હોય તો નવસેકા પાણીમાં હળદરનો ઉકાળો બનાવીને કાન સાફ કરવાથી ફાયદો થાય છે. આ સિવાય શિયાળાના સમયમાં કટકી હળદર શરીરમાં ગરમાવો આપે છે. જ્યારે ઉનાળામાં કે બાકીની સીઝનમાં ભૂકી હળદર ગુણકારી નીવડે છે.