- આંખોની આસપાસ કાળાશ-Dark Circles અને એવી સમસ્યાઓની પરેશાની
- આંખોને તાજગીસભર અને સ્વસ્થ રાખવાની અસરકારક ટિપ્સ
- ETV Bharat Sukhibhav નિષ્ણાત પાસેથી જાણો ઉપાયો
કોવિડ -19 રોગચાળાની અસર હવે ભલે ઓછી થઈ હોય અને લોકોનું જીવન ફરી પાટે ચડતું દેખાતું હોય, પરંતુ હજુ પણ મજબૂરી કહો કે જરૂરિયાત, તમામ ઉંમરના લોકો તેમનો મોટાભાગનો સમય કમ્પ્યુટર, સ્માર્ટફોન, ટેબલેટ, લેપટોપ અને ટીવીની આસપાસ પસાર કરે છે. આ જ કારણ છે કે આંખોમાં શુષ્કતા અથવા ઓછું દેખાવું કે આંખોની આસપાસ કાળાશની (Dark Circles) સમસ્યામાં વધારો થયો છે.
સતત કામને કારણે આંખોની આસપાસ આ ડાર્ક સર્કલ (Dark Circles) અથવા ડાર્ક પિગમેન્ટેશનને કારણે લોકો થાકેલાં દેખાય, સૂજેલાં દેખાય અને વ્યક્તિ બીમાર લાગે છે અથવા ઊંઘથી વંચિત લાગે છે. આ દેખવામાં સારું નથી લાગતું. હવે સ્કૂલ, અભ્યાસ અને ઓનલાઈન ઓફિસના કારણે દરેક વ્યક્તિ માટે પોતાની ઈચ્છા મુજબ સ્ક્રીનટાઈમ ઘટાડવો તો શક્ય નથી, પણ આંખોની થોડી કાળજી રાખીને ડાર્ક સર્કલ ચોક્કસપણે ઘટાડી શકાય છે.
કેમ થાય છે Dark Circles
આંખોની આસપાસ ડાર્ક સર્કલ (Dark Circles) એટલે કે કાળાશ મોટેભાગે આંખની ચોતરફની એક ગોળાકાર માંસપેશી જેને ઓર્બિક્યુલિસ ઓકુલી કહેવાય છે તેની નીચે ગાઢ મરુન રંગના પિગમેન્ટેન્શનની રચનાને કારણે થાય છે. વાસ્તવમાં આંખોની આસપાસની ત્વચા ખૂબ પાતળી હોય છે, જેના કારણે ઓર્બિક્યુલિસ ઓકુલીમાં પિગમેન્ટેન્શન ઉપરની ત્વચા પર પણ દેખાવા લાગે છે. આ સિવાય મોબાઈલ અથવા લેપટોપની સ્ક્રીન પરથી નીકળતો પ્રકાશ આંખોની આસપાસની ત્વચાના ભેજને પણ અસર કરે છે, જેના કારણે આંખોમાં સોજો, સૂકી અને ગાઢ રંગની દેખાવા માંડે છે. અમારા નિષ્ણાતોની સલાહ સાથે અમે તમારી સાથે કેટલીક ટિપ્સ શેર કરી રહ્યાં છીએ જે આંખોની આસપાસના ડાર્ક સર્કલ ઘટાડી શકે છે.
ઈન્દોર સ્થિત સૌંદર્ય અને મેક-અપ નિષ્ણાત સવિતા શર્મા કહે છે કે કોરોનાના સમયગાળા દરમિયાન અત્યાર સુધી એવી ઘણી મહિલાઓના ફોન આવ્યાં છે અથવા તે પોતે તેના સલૂનમાં આવી છે જે આ સમસ્યાનો સામનો કરી રહી છે. ઓફિસો હવે ખુલી રહી હોવાથી આંખોની આસપાસના ડાર્ક સર્કલ્સ (Dark Circles) તેમના વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસને અસર કરી રહ્યાં છે. દરેક વ્યક્તિનો પ્રશ્ન એ છે કે મેકઅપ વગર કુદરતી રીતે ડાર્ક સર્કલથી કેવી રીતે છૂટકારો મળી શકે.