- કોરોનામાંથી સાજા થયાં બાદ કસરત ક્યારે કરી શકાય?
- ફિટનેસ ચાહકો માટે રોજિંદા કસરતો માટે ધ્યાન રાખવાની વાતો
- ETV Bharat Sukhibhav દ્વારા જાણો નિષ્ણાતની સલાહ
ઘણાં લોકો જે નિયમિત કસરત કરવા માટે ટેવાયેલા છે, કોરોનામાંથી સાજા થયા પછી એક કે બે મહિના પછી તેમની જૂની દિનચર્યામાં પાછા આવવા માગતાં હોય છે. આવી સ્થિતિમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે કેટલીક બાબતો અને સૂચનો ધ્યાનમાં રાખવા જોઈએ.
કોરોનાપીડિત માટે નિયમિત કસરત અથવા ફિટનેસ રૂટિનને કોવિડ -19માંથી પુન-સ્વસ્થતા પ્રાપ્તિ પછી લાંબા સમય સુધી અનુસરવું મુશ્કેલ બની શકે છે. તેમ છતાં ડોકટરો રીકવરી પછી તરત જ કસરતથી દૂર રહેવાની ભલામણ કરે છે, તેઓ કેટલાક સમય માટે પૂરતા પોષણ સાથે ધીમી કસરત પદ્ધતિ શરૂ કરવાનું સૂચન કરે છે. ડોક્ટર્સ ચોઇસના સ્થાપક અને ફિટનેસ પ્રેક્ટિશનર અંકિત ઝા ETV Bharat Sukhibhavસાથેની વાતચીતમાંસૂચવે છે કે સ્વસ્થ થનારા લોકો આ ખાસ ટિપ્સ અને યુક્તિઓને ધ્યાનમાં રાખીને સલામત કસરત કરી શકે છે. પછી ભલે તે યોગિક શ્વાસ હોય અથવા ધીમી જોગિંગ હોય.
યોગનો અભ્યાસ ફાયદાકારક
પ્રાચીન કાળથી આજ સુધી યોગને કુદરતી ઉપચારક માનવામાં આવે છે. કોઈપણ રોગ સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જોઈએ, પછી તે કોવિડ હોય કે જીવલેણ કેન્સર. યોગ અને પ્રાણાયામની પ્રેક્ટિસ કોવિડથી પીડિત લોકોની આંતરિક સિસ્ટમોને મજબૂત કરવામાં મદદ કરે છે અને તેમની નિયમિત પ્રેક્ટિસ શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે.
કોવિડમાં કપાલભાતિને ખૂબ અસરકારક માનવામાં આવે છે. શ્વાસ લેવાની આ તકનીક એલર્જી, સાઇનસ અને ફેફસાંને સાફ કરવામાં મદદ કરે છે. આ સાથે, તેની પ્રેક્ટિસ મેટાબોલિઝમ વધારવામાં, હાડકાંની તંદુરસ્તીમાં સુધારો કરવા, વજન ઘટાડવા, વધુ સારા પરિભ્રમણ અને ઓક્સિજન પુરવઠામાં મદદ કરે છે, તેમજ શરીરને રસાયણો, પોષક તત્વો, સૂક્ષ્મ પોષકતત્ત્વો, આયર્ન, પ્રોટીન, વિટામિન, વિટામિન ડી અને બી -12 નું શોષણ કરવામાં વધુ સારી રીતે સક્ષમ બનાવે છે.
ચાલવુંં કે ધીમી ગતિનું જોગિંગ કરવું લાભકારી
સામાન્ય રોગ હોય કે કોરોના, શરીર પર તેની આડઅસર એક કે બે દિવસમાં મટાડી શકાતી નથી. આવી સ્થિતિમાં જો ઓછી તીવ્રતાની કસરતો કરવામાં આવે તો કસરત પછી વધુ પડતો થાક, સાંધાનો દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ ટાળી શકાય છે. આ તબક્કે, ચાલવું અથવા ધીમું જોગિંગ ઝડપી પુનઃસ્વસ્થતા માટે ફાયદાકારક હોઈ શકે છે. તાજી હવામાં અને તડકામાં ચાલવાથી માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં પણ તમારો મૂડ પણ સુધરે છે અને તણાવનું સ્તર ઘટે છે. ખુલ્લી હવામાં ઊંડો શ્વાસ લેતી વખતે થોડું ચાલવું ફેફસાનું રક્ષણ કરે છે અને તેમની ક્ષમતા વધારે છે.
કેલિસ્થેનિક અભ્યાસનો ફાયદો
કેલિસ્થેનિક્સને શારીરિક પ્રવૃત્તિ અથવા વ્યાયામ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જેમાં શરીરને શક્તિ આપવા માટે વજન અથવા પ્રતિકાર કસરતોની જરૂર નથી. કેલિસ્થેનિક્સને સંપૂર્ણ કસરત માનવામાં આવે છે કારણ કે તે શરીરના દરેક સ્નાયુને પોતાના શરીરના વજનનો ઉપયોગ કરીને વ્યાયામ કરે છે. કેલિસ્થેનિક્સની શરૂઆત પ્રાચીન ગ્રીસમાં હજારો વર્ષો પહેલા માનવામાં આવે છે.