ભારતમાં વિદ્યાર્થીઓ આગામી પરીક્ષા માટે પૂરજાશમાં તૈયારી કરી રહ્યા છે, કારણ કે હવે ફરીથી શાળાઓ ખુલી રહી છે, ત્યારે પ્રી-કોવિડ પ્રવૃત્તિ પણ ફરી શરૂ કરી દેવામાં આવી રહી છે. પરિક્ષાના સમયગાળામાં ઘણા વિધાર્થીઓ તણાવભર્યુ અનુભવતા હોય અથવા તો કોઇપણ પ્રકારનો દબાણનો સામનો કરતા હોય છે. પરિક્ષાના સમયગાળા દરમિયાન માત્ર બાળકો જ નહી, પરંતુ પેરેન્ટસ અને ટિચર પણ આ પ્રેસર હેઠળ હોય છે. આ સંજોગોમાં સારા સમાચાર છે કે આ પરીક્ષાના તણાવને દૂર કરવા (Tips For Extam stress Relief) ના Eirini Petratou, સ્ટેશનરી બ્રાન્ડના વરિષ્ઠ વપરાશકર્તા સંશોધન મેનેજર, પરીક્ષાની ચિંતાને કેવી રીતે સંચાલિત કરવી તે અંગેની કેટલીક ટીપ્સ (How to Deal with exam stress and anxiety) શેર કરે છે.
સૌપ્રથમ સ્ટડી પ્લાન તૈયાર કરો: પરીક્ષાની તૈયારીના સમયને મેનેજ કરવા માટે તમારા પોતાના અન્ય અભ્યાસ શેડ્યૂલને ચાર્ટ કરો. તમે તમારા શેડ્યૂલનું આયોજન તમારી અભ્યાસની આદતોને અનુરૂપ હોય તે રીતે કરો સાથે જ એ વાતની ખાતરી કરજો કે અભ્યાસ દરમિયાન તમે પૂરા ધ્યાન સાથે વાંચશો અને પરિક્ષાની તૈયારી કરશો. ઉપરાંત, નવી ઊંચાઈઓ સુધી પહોંચવા માટે તમારા આયોજનમાં તમારા માટે જરૂરી તમામ જરૂરિયાતો અને સામગ્રીનો સમાવેશ થવો જોઈએ.
'વ્રરાઇટ ટુ લર્ન'ની પધ્ધતિનો ઉપયોગ કરવો: પરિક્ષાની તૈયારીના ભાગરૂપે તમારે 'વ્રરાઇટ ટુ લર્ન'ની પધ્ધતિનો ઉપયોગ કરવો જોઇએ. કરાણે કે આ પધ્ધતિથી તમને પરિક્ષાની તૈયારી કરવામાં મદદ અને તમે વાંચેલુ પણ સરળતાથી યાદ રાખી શકશો. આ મેથડ અસરકારક સાબિત પણ થઇ છે. વિદ્યાર્થીઓ ઑફલાઇન શિક્ષણ માટે શાળાએ પાછા જાય છે, ત્યારે તે મહત્વપૂર્ણ છે કે તેઓ લખવાની ટેવ પાડે. જે ફોટોગ્રાફિક મેમરીને સક્રિય કરવામાં મદદ કરે છે. આ સિવાય વિદ્યાર્થીઓ તેમની આંગળીઓ અને કાંડા પર દબાણ આપ્યા વગર લાંબા સમય સુધી લખી શકે તે સુનિશ્ચિત કરવા માટે અમુક કંપનીઓ પેન ડિઝાઇન કરે છે, જે શીખવાનું સરળ અને ઓછું સખત બનાવે છે.
આ પણ વાંચો:writers cramp:રાઈટર્સ ક્રેમ્પમાં ફિઝિયોથેરાપી ખૂબ જ ફાયદાકારક