- સ્તનપાન કરાવતી માતાઓ માટે મહત્ત્વની વાત
- સ્તનપાન સમયની સમસ્યાઓ કરી આપે હલ
- સ્તનપાનમાં ઉપયોગી સાધનો વિશે જાણો
માતૃત્વનો પથ હંમેશા સરળ હોતો નથી. સામાન્ય રીતે માતાઓ માટે આ પ્રવાસ સરળ હોય છે પરંતુ કેટલીકવાર વિવિધ કારણોસર કેટલીક માતાઓએ કેટલીક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે, ખાસ કરીને ( Breast feeding ) સ્તનપાનમાં. શારીરિક સમસ્યાઓ, અનુભવના અભાવ અથવા આસપાસના સંજોગોને કારણે ઉદ્ભવતી આ સમસ્યાઓ અને મુશ્કેલીઓથી બચવા માટે કેટલીક પ્રોડક્ટ્સ મહિલાઓને ઘણી મદદરૂપ થઈ શકે છે, જે નીચે મુજબ છે.
બ્રેસ્ટ પંપ
દરેક વ્યક્તિ બાળકના જન્મ પછી 6 મહિના સુધી માતાના દૂધના મહત્વથી વાકેફ હોય છે. દહેરાદૂનના બાળરોગ નિષ્ણાત ડોક્ટર લતિકા જોશી જણાવે છે કે જે બાળકો જન્મ પછી તરત જ સ્તનપાન ( Breast feeding ) કરાવાતું હોય છે તે શારીરિક રીતે તંદુરસ્ત જ હોય છે, સાથે પ્રમાણમાં સારી રીતે માનસિક ક્ષમતાઓનો વિકાસ પણ સારો થાય છે. પરંતુ કામ કરતી મહિલાઓને બાળકને જરૂર પડે ત્યારે સ્તનપાન કરાવવું મુશ્કેલ બની શકે છે, તેથી આ પ્રોડક્ટ તેમના માટે ખૂબ મદદરૂપ થઈ શકે છે. આ પંપ દ્વારા, માતાઓ તેમના દૂધને બહાર કાઢી શકે છે અને તેને ચોક્કસ સમય માટે ફ્રિજ અથવા અન્ય કોઈ જગ્યાએ સ્ટોર કરી શકે છે. પરંતુ ખાસ કાળજી એ લેવી જોઈએ માતાનું એકત્રિત દૂધ ફક્ત મર્યાદિત અવધિ માટે જ સાચવી શકાય છે. આ દૂધને ગેસ અથવા માઇક્રોવેવમાં ગરમ ન કરવું જોઈએ. આં કરવાથી દૂધના પોષક મૂલ્યનો નાશ થાય છે.
બ્રેસ્ટ મિલ્ક સ્ટોરેજ બેગ
બાળકને સંભાળવાની સાથે માતા માટે ઘરનું અને ઓફિસનું કામ કરવું ઘણું મુશ્કેલ છે. ખાસ કરીને તે માતાઓ માટે કે જેમણે બાળકને સ્તનપાન ( Breast feeding ) કરાવવું હોય. આવી સ્થિતિમાં બ્રેસ્ટ મિલ્ક સ્ટોરેજ બેગ ખૂબ મદદરૂપ થઈ શકે છે. માતાઓ તેમનું દૂધ આ બેગમાં સ્ટોર કરી શકે છે અને જ્યારે જરૂર પડે ત્યારે અથવા જાહેર સ્થળોએ સ્તનપાનને બદલે આ બેગ સાથે બાળકને સરળતાથી પીવડાવી શકે છે.
બ્રેસ્ટ પેડ
સ્તનપાન ( Breast feeding ) કરાવતી મહિલાઓમાં સ્તનમાંથી દૂધ લીક થવાની સમસ્યા જોવા મળે છે. આ એક સામાન્ય વસ્તુ છે. પરંતુ આને કારણે માતાઓ કેટલીક વખત અકળામણ અને અસ્વસ્થતા અનુભવી શકે છે. કારણ કે સ્તનોમાંથી દૂધ લીક થવાને કારણે તેમના કપડાં બગડી શકે છે. આ સમસ્યા કામ કરતી માતાઓને વધુ પરેશાન કરી શકે છે. બ્રેસ્ટ પેડ્સ આમાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. માતાના સ્તનોમાંથી વધારે માત્રામાં દૂધ નીકળવાની અસર કપડાં પર દેખાતી નથી. તમારે ફક્ત તમારી બ્રાના કપમાં આ પેડ્સ મૂકવાના છે. તે દૂધ શોષી લે છે જેથી કપડા પર ડાઘ પડતા નથી. કદાચ શક્ય હશે.
નિપલ શિલ્ડ