ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Sep 12, 2023, 4:41 PM IST

ETV Bharat / sukhibhava

Hemoglobin Increase Food: જાણો હિમોગ્લોબિન વધારવા માટે કઈ વસ્તુઓ ખાવી જોઈએ

હિમોગ્લોબિનની ઉણપ ઘણી ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. જો માનવ શરીરમાં તેની ઉણપ હોય, તો તે એનિમિયાનું જોખમ વધારે છે. આવી સ્થિતિમાં, તમારા આહારમાં આયર્ન સમૃદ્ધ ખોરાકનો સમાવેશ કરવો મહત્વપૂર્ણ છે.

Etv BharatHemoglobin Increase Food
Etv BharatHemoglobin Increase Food

હૈદરાબાદઃ વ્યસ્ત જીવનશૈલીના કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ખૂબ જ સામાન્ય છે. આમાંની એક સમસ્યા હિમોગ્લોબિનની ઉણપ છે. જો તમારા શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર ઓછું છે, તો તમે ઘણી બીમારીઓનો ભોગ બની શકો છો. શરીરના લાલ રક્તકણો આખા શરીરમાં ઓક્સિજન વહન કરે છે. શરીરમાં ઉણપને કારણે થાક, નબળાઈ, શ્વાસ લેવામાં તકલીફ વગેરે થઈ શકે છે. આવી પરિસ્થિતિઓમાં, તમારા આહારનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે જે હિમોગ્લોબીનનું સ્તર વધારશે. જાણો હિમોગ્લોબિન વધારવા માટે કઈ વસ્તુઓ ખાવી જોઈએ.

ખજૂરઃખજૂરમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે જે લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે છે. તેમાં કોપર, સેલેનિયમ, મેગ્નેશિયમ જેવા ઘણા પોષક તત્વો ઉપલબ્ધ છે. જે ન માત્ર લોહી વધારે છે પરંતુ હાડકાંને પણ મજબૂત બનાવે છે.

બીટ:એનિમિયાથી પીડિત લોકોના આહારમાં બીટનો સમાવેશ કરવો જોઈએ. તેમાં આયર્નનું પ્રમાણ વધુ હોય છે. આ ઉપરાંત બીટમાં પોટેશિયમ અને ફાઈબર મળી રહે છે. જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તમે સલાડમાં બીટ ખાઈ શકો છો.

વિટામિન સીથી ભરપૂર ખોરાક લોઃ શરીરમાં એનિમિયા દૂર કરવા માટે વિટામિન સીથી ભરપૂર ખોરાક ખાઓ. તમે તમારા આહારમાં નારંગી, લીંબુ, કેપ્સિકમ, ટામેટાં, દ્રાક્ષ, બેરી વગેરેનો સમાવેશ કરી શકો છો. તેમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોય છે, જે હિમોગ્લોબિનને વધારે છે અને તમને ઘણી બીમારીઓથી બચાવે છે.

કોળાના બીજ: કોળાના બીજમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને મેંગેનીઝ જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. તમે તેને સલાડ કે સ્મૂધીમાં ખાઈ શકો છો. પરિણામે શરીરમાં લોહીની ઉણપ દૂર થશે.

કઠોળ:કઠોળ હિમોગ્લોબિનનું સ્તર પણ વધારે છે. આ માટે તમે દાળ, કઠોળ ખાઈ શકો છો. તેમાં આયર્ન અને ફોલિક એસિડનું પ્રમાણ વધુ હોય છે. જે શરીરમાં લાલ રક્તકણોના નિર્માણમાં મદદ કરે છે.

આ પણ વાંચોઃ

  1. Benefits of Ladyfinger : ભીંડાના શાકની સાથે તેનું પાણી પણ ફાયદાકારક છે, જાણો શું છે ફાયદા...
  2. Avoid These Habits After Meal: જમ્યા પછી ભૂલથી પણ ના કરો આ કામ, નહીંતર શરીર બનશે બિમારીઓનું ઘર

ABOUT THE AUTHOR

...view details