હૈદરાબાદ: આજકાલ બદલાતી જીવનશૈલી અને ખોટી ખાણી-પીણીની આદતોને કારણે લોકો તમામ પ્રકારની ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે. આમાંનો એક જીવલેણ રોગ છે ડાયાબિટીસ. સુગર લેવલને સામાન્ય રાખવા માટે ડાયાબિટીસના દર્દીઓએ તેમની જીવનશૈલીની સાથે સાથે તેમના આહારમાં પણ ફેરફાર કરવો પડશે. આ રિપોર્ટમાં અમે તમને કેટલાક એવા ફળો વિશે જણાવીશું, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે પણ ડાયાબિટીસથી પીડિત છો, તો તમે આ ફળો ખાલી પેટ ખાઈ શકો છો.
પપૈયુઃ ડાયાબિટીસના દર્દીઓ માટે પપૈયુ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દરરોજ ખાલી પેટે તેનું સેવન કરવાથી પાચનક્રિયામાં સુધારો થશે અને ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ મળશે.
જામફળ: આ ફળ ડાયાબિટીસના દર્દીઓ માટે મદદરૂપ થઈ શકે છે. તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. ડાયાબિટીસના દર્દીઓ તેને નાસ્તામાં ખાઈ શકે છે.