હૈદરાબાદ: એક અભ્યાસ અનુસાર દેશમાં તેલંગાણા સૌથી વધુ માંસ ખાતું રાજ્ય (Telangana is a state of meat lovers) છે. તાજેતરના ભૂતકાળમાં તેલંગાણા રાજ્યમાં માંસના વપરાશમાં જબરદસ્ત વધારો થયો (Meat consuming state telangana) છે. રાજ્યમાં લોકોની ખાવાની આદતો બદલાઈ રહી છે. જ્યાં એક વ્યક્તિ અઠવાડિયામાં માત્ર 2 થી 3 વાર માંસાહારી ભોજન લે છે. લોકોમાં બકરીના માંસની માંગ વધી રહી હોવાથી પ્રતિ કિલો માંસના ભાવમાં પણ રૂપિયા 800 થી રૂપિયા 1080નો વધારો થયો છે.
તેલંગાણામાં માંસનું સેવન: તેલંગાણામાં સૌથી વધુ લોકો માંસનું સેવન કરે છે. છેલ્લા 4 વર્ષમાં રાજ્યમાં 9.75 લાખ ટન ઘેટાં અને બકરાના માંસનું ઉત્પાદન અને વેચાણ થયું હતું. સરેરાશ રૂપિયા 600 પ્રતિ કિલોના હિસાબે ગણતરી કરવામાં આવે તો રાજ્યના નાગરિકો દ્વારા માંસના વપરાશ પાછળ રૂપિયા 58,500 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. નેશનલ રિસર્ચ સેન્ટર ઓન મીટ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે, ઘેટાં અને બકરીનું 1 કિલો માંસ હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયા 600માં ઉપલબ્ધ છે. જ્યારે રાજ્યના છૂટક બજારોમાં તે રૂપિયા 1000 સુધી વેચાઈ રહ્યું છે.
અભ્યાસ: દેશમાં સૌથી વધુ ઘેટાં તેલંગાણામાં છે. જેની સંખ્યા 90 લાખ કરોડથી વધુ છે. માંસની વધતી માંગને કારણે દરરોજ ઘેટાં અને બકરાંથી ભરેલી 80 થી 100 જેટલી લારીઓ તેલંગાણા પહોંચતી હોવાનું બહાર આવ્યું છે. તેલંગાણા સ્ટેટ શીપ એન્ડ ગોટ ડેવલપમેન્ટ કોઓપરેટિવ ફેડરેશન લિમિટેડે ઘેટાંના સંવર્ધન, તેમના વેચાણ અને રાજ્યમાં માંસની વધતી માંગ પર એક અભ્યાસ હાથ ધર્યો છે. માંસની વધતી જતી માંગ અને ઘેટાં ઉછેરના મહત્વ અંગે સરકારને એક વ્યાપક અહેવાલ સુપરત કરવામાં આવ્યો હતો.