નયૂઝ ડેસ્ક:ટીનેજ એવા પ્રકારની વય ધરાવે છે, જ્યાં બાળકોનું વર્તન અચાનક ખૂબ ગુસ્સે અને જીદ્દી (teenage Mental Health Issues) બની જાય છે. પહેલાના યુગમાં બાળકોના વર્તનમાં આવતા આ ફેરફારો પર બહુ ધ્યાન આપવામાં આવતું ન હતું, પરંતુ આજના યુગમાં ટીનેજ બાળકોમાં સંવેદનશીલતાનું (teenagers Changes) પ્રમાણ ઘણું વધી ગયું છે.
જાણો કેમ ટીનેજમાં બાળકોને વધુ પ્રમાણમાં ગુસ્સો આવે છે?
"ટીનેજ"માં આવતા ફેરફારોને રોકી શકાતા નથી, પરંતુ બાળકોના મૂડ અને તેમના ગુસ્સાભર્યા વર્તનને નિયંત્રિત કરવા માટે પ્રયાસો જરૂરથી કરી શકાય છે. મનોચિકિત્સક ડો.રેણુકા શર્મા જણાવે છે કે, કિશોરાવસ્થામાં બાળકોના વર્તનમાં ઘણા ફેરફારો જોવા મળે છે. આ તે સમય છે, જ્યારે બાળકો પ્રથમ વખત ઘણી નવી વસ્તુઓ અને નવા મુદ્દાઓથી પરિચિત થાય છે. ઉપરાંત આ ઉંમરે વર્તમાન સમયમાં શાળા, મિત્રો, કુટુંબ, સોશિયલ સિસ્ટમ અને સોશિયલ મીડિયા સહિતની વસ્તુઓનું દબાણ શરૂ થાય છે. આવી સ્થિતિમાં તેમના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો અને જિજ્ઞાસાઓ ઉદ્દભવે છે. વધુમાં આ ઉંમરે મોટાભાગના બાળકો તેમની વાતચીત અને પ્રવૃત્તિઓમાં સ્વતંત્રતા ઇચ્છે છે, જ્યારે તેણે તે મળતી નથી આ સાથે જ તેમની જિજ્ઞાસા પણ સંતોષાતી નથી, ત્યારે તેમની સમસ્યાઓ તેમના વર્તનમાં દેખાવા લાગે છે.
માતા-પિતાએ બાળકોને સમજવા જોઇએ
ડો.રેણુકા કહે છે કે, આ ઉંમરે માતા-પિતા બાળકોના પક્ષને સમજે અને તેમની સાથે એ રીતે વર્તન કરવું જોઇએ. આ સાથે ઘરનું વાતાવરણ એવું રાખવું જોઇએ કે જ્યાં બંને એકબીજા સાથે ખુલીને વાત કરી શકે અને પોતાની સમસ્યાઓ સામે રાખી શકે તે ખૂબ જ જરૂરી છે.
આજના યુગમાં બાળકો વધુ સંવેદનશીલ છે
સામાન્ય રીતે, જ્યારે માતા-પિતા બાળક સાથે ગુસ્સામાં અથવા બૂમો પાડીને વાત કરે છે, ત્યારે બાળકો પણ તેમને તે જ અંદાજમાં જવાબ આપે છે. આજના યુગમાં બાળકો વધુ સંવેદનશીલ બન્યા છે. આવી સ્થિતિમાં ક્યારેક માતા-પિતાના તેમને ઉંચા અવાજમાં સમજાવવાથી કે ગુસ્સે થવાથી પણ તેમના મનમાં નકારાત્મક ઉર્જાનું આગમન થાય છે. જો માતાપિતા તેમની સાથે સામાન્ય અને શાંત અવાજમાં વાત કરે અને તેમને તેમની વાત રજૂ કરવાની સંપૂર્ણ તક આપે તો તેઓ પણ તેમની વાત સમજી શકશે.
માતા-પિતાએ બાળકો સાથે પૂરતો સમય વ્યતીત કરવો
આ ઉંમરે, બાળકો એવા તબક્કામાં હોય છે, જ્યાં તેમને લાગે છે કે તેઓ મોટા થઇ ગયા છે, પરંતુ તેમના માતાપિતાની સામે તેઓ નાના જ છે. આ સ્થિતિમાં ઘણી વખત વાલીઓ તેમને સમજાવે છે તો તેમને તે પસંદ આવતું નથી. આ સિવાય ઘણી વખત જો માતા-પિતા બન્ને તેમને પૂરતો સમય નથી આપી શકતા તો તેઓ એકલતા અનુભવવા લાગે છે, પરંતુ અહંકારના કારણે મોટા ભાગના બાળકો પોતાની લાગણીઓ બોલીને વ્યક્ત કરી શકતા નથી. જેના કારણે તેમની અંદર ગુસ્સો ભયાનક સ્વરૂપ ધારણ કરે છે.
જાણો ડો.રેણુકા શું સલાહ આપે છે
રેણુકા જાણકારી આપે છે કે, માતા-પિતા બાળકોને ભલે ઓછો સમય આપે, પરંતુ તે એવો સમય હોવો જોઈએ કે બન્ને એકબીજાને ખુલીને પોતાના મનની વાત સામે રાખી શકે. આમ કરવાથી બાળકોના મનની અડધી ચિંતાઓ આપોઆપ ખતમ થઈ જશે અને માતા-પિતા પર તેમનો વિશ્વાસ વધશે.