ફિઝિયોથેરેપિસ્ટ, ઓલ્ટરનેટિવ મેડિસિન પ્રેક્ટિશનર અને યોગ ટિચર ડો. જ્હાનવી કાથરાનીએ આ વિષય અંગે વધુ માહિતી પૂરી પાડી છેઃ
યોગશાસ્ત્ર કોઇપણ મનુષ્યના ત્રણ દેહ પર ભાર મૂકે છેઃ
સ્થૂળ દેહઃ શરીર સ્વરૂપે (દ્રષ્ટિગોચર થતો) દેહ
હેતુક દેહઃ માનસિક દેહ, પ્રાણિક દેહ, બૌદ્ધિક દેહ
સૂક્ષ્મ દેહઃ આત્મા
આધિવ્યાધિની વિભાવના અનુસાર, પીઠનો દુખાવો થવા માટે તણાવ કે તણાવ સિવાયનું અન્ય કારણ જવાબદાર હોય છે.
આધિજ (તણાવને કારણે થતો દુખાવો): મોટાભાગે બૌદ્ધિક પાસાંને શારીરિક ઇજા સાથે કોઇ સહસબંધ હોતો નથી. પીઠનો દુખાવો ગૌણ રીતે શારીરિક અભિવ્યક્તિ સાથે સંકળાયેલો છે. કોઇપણ માનસિક કે સાંવેદનિક તણાવ અથવા તો ડિપ્રેશન કે વ્યગ્રતા પીઠમાં દુખાવો થવા પાછળનું મૂળ કારણ હોઇ શકે છે. શરીરની નાડી પ્રાણિક ઊર્જાને વહન કરનારા વાહકો હોય છે.
આ પ્રકારનાં કારણોના કિસ્સામાં મુખ્યત્વે યોગિક કાઉન્સેલિંગ, શુદ્ધિકરણ પ્રક્રિયાઓ, પ્રાણાયામ અને ધ્યાન પ્રયોગ અને ત્યાર બાદ આસન (યોગ મુદ્રાઓ)ની જરૂર પડતી હોય છે.
અનાધિજ (તણાવ સિવાયનું અન્ય કારણ): કોઇપણ ઇજા, વયને કારણે પહોંચતો ઘસારો કે લાંબા ગાળાનો થાક પીઠના દુખાવા (બેક પેઇન) માટે જવાબદાર હોઇ શકે છે. ઉપર જણાવ્યા પ્રમાણેનાં કારણો આ શ્રેણીમાં આવે છે. અનાધિજ વિભાવનમાં આવરી લેવાયેલું બિમારી થવાનું કારણ પીઠના દુખાવાના કોઇ માનસિક, સાંવેદનિક કે બૌદ્ધિક કારણ સાથે સંકળાયેલું હોતું નથી.
આ શ્રેણીમાં શારીરિક શક્તિ અને પીઠના સ્નાયુઓ તથા લિગામેન્ટ્સની સાથે-સાથે સ્પાઇનલ કોલમ (કરોડનાં હાડકાં)ની ગોઠવણ પર ધ્યાન આપવું જરૂરી બની રહે છે, જે આસન (યોગિક મુદ્રા), પ્રાણાયામ અને ત્યાર બાદ ધ્યાન પ્રયોગથી થઇ શકે છે. દર્દીની શક્તિમાં નજીવો ફેરફાર કરીને રોજિંદી પ્રવૃત્તિઓ તથા વ્યવસાયનાં કાર્યો સરળતાથી કરી શકાય, તે માટે કાઉન્સેલિંગ મદદરૂપ નીવડી શકે છે.