ગુજરાત

gujarat

ETV Bharat / sukhibhava

હવે નહીં ચાલે નકલી દવાનો ધંધો, એક કોડથી પકડાશે કંપની સુધીની વિગત - ડ્રગ્સ

બનાવટી દવાઓના જોખમને રોકવા માટે, સરકાર ફાર્માસ્યુટિકલ કંપનીઓને 300 ડ્રગ ફોર્મ્યુલેશનના (3000 Drug formulations) પેકેજો પર બાર કોડ પ્રિન્ટ કરવા માટે ફરજિયાત (mandatory bar codes) કરવાની પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપી રહી છે. જેથી સ્કેનિંગ પર મેન્યુફેક્ચરિંગ લાઇસન્સ અને બેચ નંબર જેવી માહિતી મેળવી શકાય.

Etv Bharatટૂંક સમયમાં જ 300 ડ્રગ ફોર્મ્યુલેશન પેકેજો પર ફરજિયાત બાર કોડ હશે
Etv Bharatટૂંક સમયમાં જ 300 ડ્રગ ફોર્મ્યુલેશન પેકેજો પર ફરજિયાત બાર કોડ હશે

By

Published : Nov 7, 2022, 8:44 AM IST

નવી દિલ્હી: બનાવટી દવાઓના ચોરીછુપીથી ચાલતા કારોબારને ડામવા માટે એક મોટું પગલું લેવાઈ રહ્યું છે. જેની તૈયારીઓને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેનાથી દવાની ખરીદી કરનાર ગ્રાહકને ફાયદો એ થશે કે, કોઈ વેપારી કે કંપની કોઈ ચિટિંગ નહીં કરી શકે. એટલું જ નહીં વધારે પડતા કે મનફાવે એવા ભાવ પણ વસુલ નહીં કરી શકે. આ માટે હવે દરેક દવાના તથાદવાના (3000 Drug formulations) ઉત્પાદન પર ક્યૂઆર કોડ ફરિયાત કરવાની દિશામાં કામગીરી થઈ રહી છે. જેમાં નાની મોટી થઈને કુલ 300 જેટલી દવાને આવરી લેવામાં આવી છે.

3000 ડ્રગ ફોર્મ્યુલેશન: દવાઓમાં એલેગ્રા, એમ્લોકિંડ, એઝિથ્રલ, બેટાડીન, કેલ્પોલ, સેફ્ટમ, કોમ્બીફ્લેમ, ડોલો, ડ્યુલકોફ્લેક્સ, ઇકોસ્પ્રિન, ગેલુસિલ, જલરા, લેન્ટસ, મેનફોર્સ, મેફ્ટલ સ્પાઝ, શેલ્કલ, હ્યુમન મિક્સ્ટાર્ડ, પાન 40, ઓટ્રીવિન, પેન્ટોસિડ, રેન્ટાક, સેન્ટાક, સેન્ટ, વગેરેનો સમાવેશ થાય છે. ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ એ નવેમ્બર 2021માં યોજાયેલી બેઠકમાં ડ્રગ ફોર્મ્યુલેશનની ટોચની 300 બ્રાન્ડ્સમાં બાર કોડ અથવા QR કોડ દાખલ કરવાની ભલામણ કરી હતી.

શું હશે કોડમાંઃદવાના પેકેજ પર બાર કોડ પ્રિન્ટ કરવા માટે ફરજિયાત (mandatory bar codes) કરવાની કામગીરી છેલ્લા તબક્કામાં છે. જેથી સ્કેનિંગ કરવા પર મેન્યુફેક્ચરિંગ લાઇસન્સ અને બેચ નંબર જેવી માહિતી સરળતાથી દવા ખરીદનારને મળી રહેશે. આ સાથે એ પણ ખ્યાલ આવશે કે, દવા અસલી છે કે નકલી. ડ્રગ સંબંધીત એક્ટ 1945માં સુધારા કરાયા હતા. જે એકવાર મંજૂર થયા પછી આવતા વર્ષે મે મહિનાથી અમલમાં આવશે.

કેમ ખબર પડેઃદવા અને ડ્રગ સંબંધીત ક્ષેત્ર સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, "એક વખત કોડ અથવા QR કોડ પ્રમાણિત કરશે કે, કોઈ ચોક્કસ દવા યોગ્ય છે કે નહીં." યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ જૂન મહિનામાં આ અંગે એક ડ્રાફ્ટ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જેમાં લોકો પાસેથી દવા સંબંધીત સલાહ મંગાવવામાં આવી હતી. લોકો પાસેથી મળી આવેલા સલાહ સૂચનને ધ્યાને લઈને અંતિમ નિર્મય મંત્રાલયે લીધો હતો. જેમાં બાર કોડ અંગે સહમતી પુરવાર થઈ હતી.

યાદી તૈયારઃડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટના નિયમ 96 ના શેડ્યૂલ H2 માં ઉલ્લેખિત કરાયો છે કે, 300 ડ્રગ ફોર્મ્યુલેશન પ્રોડક્ટ્સના ઉત્પાદકોએ તેના પ્રાયમરી પેકેજ અથવા સેકન્ડરી પેકેજ લેબલ પર બાર કોડ પ્રિન્ટ કરશે. જો એક જ કંપનીના ઉત્પાદન કે પ્રોડક્ટ હશે તો એ જ બારકોડ અન્ય પેકેટમાં પણ જોડ઼વાનો રહેશે. જેમની તમામ માહિતી જેમ કે, નામ, વેલિડિટી, કેટેગરી, સપ્લાય અને એક્સપાયરી ડેટ સહિતની વસ્તુઓ એક એપ્લિકેશનમાં સેવ હશે. જેને ગમે ત્યાં ગમે ત્યાંથી સરળતાથી એક્સેસ કરી શકાશે. આ યાદીમાં જો નવી દવાઓ આવશે તો પહેલા એનો સમગ્ર ડેટા એટલે કે કંપનીના નામથી ઉત્પાદન સુચિમાં તમામ વિગત પહેલા સેવ કરાશે.

શું ધ્યાન રાખશોઃઉત્પાદનનો ઓળખ કોડ, દવાનું યોગ્ય અને સામાન્ય નામ, બ્રાન્ડ નામ, ઉત્પાદકનું નામ અને સરનામું, બેચ નંબર, દવા બન્યાની તારીખ, એક્સપાયરી ડેટ, લાયસન્સ નંબર. પ્રથમ તબક્કામાં કુલ માર્કેટ શેરના આશરે 35 ટકા હિસ્સો ધરાવતી ટોચની ફાર્મા બ્રાન્ડ્સની 300 દવાઓને આ દાયરામાં આવરી લેવાશે. એ પછીના બીજા તબક્કામાં એને અપગ્રેડ કરાશે.

ABOUT THE AUTHOR

...view details