ન્યૂઝ ડેસ્ક: સોનાક્ષી સિંહા સામે છેતરપિંડી કર્યાના આરોપ સાથે કેસ (Sonakashi Sinha Against police complain) નોંધવામાં આવ્યો છે. સોનાક્ષી પર આરોપ છે કે, તેણે દિલ્હીમાં એક ઈવેન્ટમાં હાજરી આપવાની હતી, પરંતુ તે પહોંચી નહી. આ ઇવેન્ટ માટે તેમને એડવાન્સ તરીકે 28 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. આ બાદ સોનાક્ષી વિરુદ્ધ ફરિયાદીએ ફરિયાદ દાખલ કરી હતી. આ બાદ સોનાક્ષી સિંહા વિરુદ્ધ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. આ સમાચારની હજુ સુધી કોઇ પુષ્ટિ કરવામાં આવી નથી. આ સંજોગોમાં સોનાક્ષીએ આ મામલે હવે એક નિવેદન આપ્યું (Sonakshi sinha reaction on cheat Case) છે.
જાણો સોનાક્ષી શું આપ્યું નિવેદન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનાક્ષી સિંહાને એપ્રિલમાં મુરાદાબાદ કોર્ટમાં હાજર થવા કહ્યું છે. સોનાક્ષી સિહાંએ આ મામલે નિવેદન આપ્યું છે કે, "કેટલાક દિવસોથી મીડિયામાં કોઈપણ પુષ્ટિ કર્યા વિના મારી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવાના અહેવાલો આવી રહ્યા છે. આ સમાચાર સંપૂર્ણપણે બનાવેલા છે, મને ફસાવવામાં આવી રહી છે. આ કોઈ વ્યર્થ વ્યક્તિનું કામ છે, જે મને હેરાન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, હું મીડિયાને વિનંતી કરું છું કે, આ ફેક ન્યૂઝ ન ફેલાવે, કારણ કે મારી વિરુદ્ધ આવા સમાચાર ફેલાવનાર વ્યક્તિ સસ્તી પ્રસિદ્ધિ માટે આવું કરે છે".