હૈદરાબાદ : ઘણી વાર માતાને લાગે છે કે તેના સ્તનમાંથી દુધનો પુરતો સ્ત્રાવ નથી થઈ રહ્યો તેથી માતા બાળકને ટોપ ફીડ અથવા ફોર્મ્યુલા મીલ્ક આપે છે. આ એક એવી સામાન્ય ભૂલ છે કે જે દરેક નવજાત બાળકની માતા કરે છે. માતાઓને કુશળતાપૂર્વકના સ્તનપાન વીશે માહિતગાર કરવાથી ઘણો ફાયદો થઈ શકે તેમ છે.
મહારાષ્ટ્રના નાસીકના જગદીશ ચાઇલ્ડ ગાઇડન્સ એન્ડ લોકેશન મેનેજમેન્ટ ક્લીનીક ખાતે ડેવલપમેન્ટલ, એડલીસીન્સ એન્ડ લેક્ટેશન પીડીયાટ્રીશન તેમજ M.B.B.S, C.D.H, I.B.C.L.C એવા ડૉ. શર્મા જગદીશ કુલકર્નીએ એક ઇન્ટરવ્યુ દરમીયાન કેટલીક ઉપયોગી ટીપ્સ આપી છે.
શું કરવું જોઈએ ?
W.H.O. એ આપેલી ચાર ભલામણો પર નજર કરીએ:
1.બાળકને જન્મ આપ્યાની પહેલી પાંચ મીનિટની અંદર, નાળ કાપવાથી પણ પહેલા, માતાએ બાળકને પોતાના સ્તન સુધી લાવવું જોઈએ જેથી બાળક પોતે સ્તન સુધી આવવાની કોશીષ કરે અને સ્તનપાન કરવાનું શરૂ કરે. તેનાથી સ્તનપાનની સફળતાપૂર્વક શરૂઆત થઈ શકે છે. આ પ્રકારે વહેલુ સ્તનપાન કરાવવાથી આગળ ઉપરની કેટલીક મુશ્કેલીને ટાળી શકાય છે. જે માતા વહેલા સ્તનપાન કરાવવાનું શરૂ કરે છે તે લાંબા સમય સુધી બાળકને સ્તનપાન કરાવી શકે છે. માત્ર એક કલાકના ગાળાની અંદર બાળક સ્તનપાન કરવાનું શરૂ કરે છે. આ ગાળા દરમીયાન તે નીપલની ગંધને ઓળખવાનું શરૂ કરે છે જે એમ્નિઓટીક પ્રવાહી જેવી ગંધ ધરાવે છે. એમ્નિઓટીક પ્રવાહી કે જેમાં બાળક ગર્ભમાં રહ્યુ હોય છે. આ ગાળા દરમીયાન તે માતાના હ્રદયના ધબકારા સાંભળે છે તેમજ માતાના એરીઓલા (નીપલની આસપાસના ભાગ) ને તે જોઈ શકે છે.
2.બાળકના જન્મના પ્રથમ છ મહિના સુધી માત્ર ને માત્ર સ્તનપાન કરાવવુ જોઈએ. સ્તનપાન સીવાય કોઈ ઘુટ્ટી, મધ, પાણી કે અન્ય કોઈ પ્રવાહી કે ખોરાક ન આપવો જોઈએ.
3.તમામ આરોગ્યપ્રદ સાવચેતી સાથે રાંધેલો તાજો અર્ધપ્રવાહી ખોરાક આપવાનું શરૂ કરવુ અને સાથે સ્તનપાન પણ ચાલુ રાખવું.
4.સ્તનપાન કરાવતી વખતે બાળક સાથે વાતચીત કરો.
ચાવીરૂપ પરીબળો: - બાળક સ્તનને કેવી રીતે પકડે છે ?
-માતાએ કેવી રીતે બેસવુ જોઈએ?
-માતાએ બાળકને કેવી રીતે પકડવું જોઈએ?
બાળક: ખાતરી કરો કે બાળકનું માથુ અને તેનું શરીર એક સપાટી પર હોય.
બાળક સંપુર્ણ રીતે માતા તરફ વળેલુ હોય.
બાળકનું પેટ માતાના પેટને અડવુ જોઈએ.
બાળકની પીઠ અને માથાને માતાના હાથ વડે ટેકો આપવો જોઈએ.
માતા:
માતાએ નીંરાતે, આરામથી બેસવુ જોઈએ.
સ્તનને સી-પોઝીશનમાં પકડવી જોઈએ. (અંગૂઠા અને ચાર આંગડી વચ્ચે)
નીપલ વડે બાળકના ઉપરના હોઠને ખોલવાની કોશીષ કરવી જોઈએ જેથી બાળક પોતાનું આખુ મોં ખોલી શકે.
સ્તનપાન દરમીયાન માતાએ બાળક સાથે વાતચીત કરવી જોઈએ.
સ્તનની સ્થીતિ