ન્યૂઝ ડેસ્કઃ આજના સમયમાં બાળકોને (Parenting Tips) યોગ્ય રીતે ઉછેરવા ખૂબ મુશ્કેલ છે. આ બાબતોનું પણ ધ્યાન રાખવું પડશે કે, ઉછેરમાં શું સાચું અને શું ખોટું. આવી સ્થિતિમાં બાળકોને(Good upbringing of children) શિસ્ત શીખવવી ખૂબ જ જરૂરી છે. શિસ્તનો અર્થ એ નથી કે, બાળકોને ડરાવવા કે ધમકાવવામાં આવે છે. આ બાબતોનું પણ ધ્યાન રાખવાનું છે કે, માતા-પિતાએ બાળકોની સામે કંઈ ખોટું ન કહેવું જોઈએ. આજે આપણે સદગુરુ (sadhguru parenting tips) દ્વારા પેરેન્ટિંગ ટિપ્સ જાણીશું. તેમણે કહ્યું કે, કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને એ સુનિશ્ચિત કરી શકાય છે કે, તમારા બાળકનું ભવિષ્ય ઉજ્જવળ છે. આવો જાણીએ તે (parenting advices) ટિપ્સ વિશે.
ઘરમાં સકારાત્મક ઉર્જાઃજો બાળકો છે, તો તમારે એક પ્રેમાળ, સહાયક અને ઘરનું વાતાવરણમહેનતુ બનાવવું પડશે. એવું માનવું ખોટું હશે કે, જે બાળક હમણાં જ દુનિયામાં આવ્યું છે, તેને નૈતિકતા, મૂલ્યો શીખવવા જરૂરી છે. (sadhguru parenting tips) બાળક ભલે તે છોકરો હોય કે છોકરી, તેના માટે એ મહત્વનું છે કે, તે હંમેશા ખુશ રહે. દરેક માતા પિતાએએક મહત્વની બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે, જ્યાં સુધી બાળક 18 વર્ષનું ન થાય ત્યાં સુધી ઘરનું વાતાવરણ સારુ હોવું જોઈએ. તેની સામે ડર, ચિંતા, ગુસ્સો, નારાજગી અને નિરાશાની વાત બિલકુલ ન કરો. નહીંતર બાળક પર તેની ખરાબ અસર પડી શકે છે. તમારે ફક્ત ધ્યાન રાખવું પડશે કે, તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા રહે. જેથી ભવિષ્યમાં તમારું બાળક યોગ્ય ઉછેરમાં મોટું થાય.