ગુજરાત

gujarat

ETV Bharat / sukhibhava

યોગ્ય ખોરાક Depression થી મુક્ત થવામાં મદદ કરી શકે છે: નિષ્ણાતો - યોગ્ય ખોરાક Depression થી મુક્ત થવામાં મદદ કરી શકે છે: નિષ્ણાતો

કોવિડ-19 રોગચાળા પગલે ઘણાં લોકો માનસિક સ્તરે ગંભીરપણે પ્રભાવિત થયાં છે. ડિપ્રેશનને (Depression) લઇને અઢળક નવા કેસો સામે આવ્યા છે. તો પહેલાથી જ ડિપ્રેશનથી પીડાતાં લોકોની સ્થિતિ વધુ વણસી ગઈ છે. જો કે આના ઉપચારમાં અમુક દવાઓ અને ઉપચારો છે, પરંતુ, પોષણશાસ્ત્રીઓ કહે છે કે યોગ્ય ખોરાક લેવાથી પણ મુશ્કેલ સમયમાં ડિપ્રેશનને અસરકારક રીતે હરાવવામાં મદદ મળી શકે છે.

યોગ્ય ખોરાક Depression થી મુક્ત થવામાં મદદ કરી શકે છે: નિષ્ણાતો
યોગ્ય ખોરાક Depression થી મુક્ત થવામાં મદદ કરી શકે છે: નિષ્ણાતો

By

Published : Oct 26, 2021, 3:13 PM IST

  • માનસિક હતાશા-depression કેસોમાં મોટો વધારો
  • લેન્સેટનો કોવિડ-19 સંદર્ભે ડિપ્રેશનમાં વધારાનો અહેવાલ
  • ETV Bharat Sukhibhav જણાવે છે નિષ્ણાતોની ઉપાયરુપી ટિપ્સ

કોવિડ-19 રોગચાળા દરમિયાન વ્યક્તિગત સ્વાસ્થ્ય, કૌટુંબિક પરિસ્થિતિ, નાણાકીય સ્થિતિ અને અન્ય કોઈપણ મુદ્દા સાથે સંકળાયેલી સમસ્યાઓ જે નિરાશાને વકરાવેે છે. તે આ પરિસ્થિતિઓનો સામનો કરનારાઓમાં માનસિક હતાશાનું (Depression) કારણ બને તેવી શક્યતા છે. સામાન્ય માન્યતા એ છે કે જ્યારે લોકો હતાશામાં હોય ત્યારે તેઓ વધુ પડતો ખોરાક લે છે.

લેન્સેટ અહેવાલમાં સામે આવ્યું તથ્ય

જોકે, આહાર વિશેષજ્ઞો જણાવે છે કે યોગ્ય ખોરાક ખાવાથી લોકોને ડિપ્રેશન (Depression) દૂર કરવામાં પણ મદદ મળે છેે. તાજેતરમાં લેન્સેટના અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે COVID-19 રોગચાળાની પછીની અસરોના કારણે વધુને મોટાપાયે લોકો ડિપ્રેશન સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યાં છે.

ખોરાકની યોગ્ય પસંદગી જરુરી

ખોરાક અને ડિપ્રેશન (Depression) વચ્ચેના જોડાણ પર ટિપ્પણી કરતાં ગ્લેનેગલ્સ ગ્લોબલ હોસ્પિટલના ચીફ ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ ડૉ. એન. મલ્લેશ્વરીએ જણાવ્યું હતું કે "ખોરાકની નબળી પસંદગી અને ખોરાકની પસંદગી પોષકતત્ત્વોની ઉણપમાં ફાળો આપી શકે છે, જે ડિપ્રેશનમાં પરિણમી શકે છે. કેટલાક એમિનો એસિડ જેવા કે ટ્રિપ્ટોફન, ટાયરોસિન, મેથિઓનાઇન અને ફેનીલાલેનાઇન ઘણીવાર ડિપ્રેશન સહિતની ઘણી હળવી વિકૃતિઓની સારવારમાં મદદરૂપ થાય છે."

ડિપ્રેશનને હરાવવાનો શ્રેષ્ઠ ઉપાય

માનસિક હતાશા (Depression) એ એક એવી ગંભીર સમસ્યા છે જે વિશ્વભરના લોકોને અસર કરે છે, અને ઘણાં લોકો માટે જીવન બદલી દેતી ઘટના બની શકે છે. ડૉ. એન. મલ્લેશ્વરી જણાવે છે કે "જ્યારે જેઓ માની લે છે કે તેઓ હતાશ છે, તો તે સ્થિતિને દૂર કરવા માટે તબીબી સલાહ અથવા કાઉન્સેલિંગ લે છે. ડિપ્રેશનને હરાવવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે જીવનશૈલીમાં ફેરફાર લાવવો અને તંદુરસ્ત આહાર લેવાનું શરૂ કરવું. જ્યારે દવાઓ અથવા તબીબી પરામર્શ હંગામી રાહત આપે છે. યોગ્ય ખોરાક ખાવાથી અને જીવનશૈલીમાં સકારાત્મક ફેરફારો લાવવાથી સમસ્યાને કાયમ માટે સમાપ્ત કરવામાં મદદ મળશે. ઓમેગા 3 ફેટી એસિડ્સ (EPA & DHA) મનુષ્યોમાં એન્ટી-ડિપ્રેસન્ટ અસરો પેદા કરે છે અને આહારમાં તેનો સમાવેશ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે."

રોજિંદા ખોરાકમાં શામેલ કરો આ વસ્તુ

એસએલજી હોસ્પિટલના ચીફ ડાયેટિશિયન ડૉ. અરુણ કુમારે આ સંદર્ભે જણાવ્યું હતું કે "માનવ શરીર સામાન્ય રીતે અણુઓ ઉત્પન્ન કરે છે જેને મુક્ત રેડિકલ કહેવાય છે જે ઝડપથી વૃદ્ધત્વ તરફ દોરી જાય છે અને અન્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. એન્ટીઑકિસડન્ટથી ભરપૂર ખોરાક અને વિટામિન્સથી ભરપૂર ફળો અને શાકભાજીનું સેવન કરવાથી મગજ પર સકારાત્મક અસર પડે છે અને ચોક્કસપણે મુક્ત રેડિકલની વિનાશક અસરોની સમસ્યામાં ઘટાડો થાય છે. ગાજર, કોળું, પાલક, નારંગી, ટામેટા, બદામ અને કઠોળ જેવા ખોરાક ખૂબ મદદરૂપ થશે."

હેલ્ધી પ્રોટિન, એમિનો એસિડ ધરાવતાં ખોરાક

અવેર ગ્લેનેગલ્સ ગ્લોબલ હોસ્પિટલના એચઓડી, ન્યુટ્રિશનિસ્ટ શ્વેતા માને છે કે દિવસમાં ઘણી વખત પ્રોટીન હોય તેવું થોડું થોડું ખાવાથી શરીરમાં ઊર્જા વધારવામાં મદદ મળશે અને મન સ્વસ્થ થશે. માંસાહારી હોય તો પ્રોટિન રિચ ટુના ફિશ, ટર્કી, ચિકન જેમાં એમિનો એસિડ છે તે શરીરને ચુસ્ત રાખે છે.તો શાકાહારીઓ માટે પણ કઠોળ, દાળ, દૂધ, સોયા, દહીં વગેરે પણ હેલ્ધી પ્રોટિનનો મોટો સ્ત્રોત છે. જે લોકો ડિપ્રેશનથી (Depression) પીડાય છે તેમણે આલ્કોહોલ કે ધૂમ્રપાનથી સદંતર દૂર રહેવાની ખાતરી રાખવી જોઇએ અને કેફીન હોય તેવા કોઇપણ પદાર્થ લેવાથી બચવું જોઇએ.

વજનમાં ઘટાડો પણ અસરકારક બને

વધુ વજન ધરાવતાં અથવા મેદસ્વી લોકો ડિપ્રેશનથી (Depression) પીડાય તેવી શક્યતા વધુ હોય છે. કારણ કે શરીરનું વધુ વજન રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે અને પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં હોર્મોનલ ફેરફારો લાવે છે. મેદસ્વી વ્યક્તિઓ જો તેઓ ડિપ્રેશનને દૂર કરવા માગતા હોય તો તરત જ વજન ઘટાડવા પર કામ કરવું જોઈએ. યોગ્ય ખોરાકની આદતો એ દિશામાં લેવાતું પ્રથમ પગલું છે.

વ્યસનથી વધુ વકરશે સમસ્યા

ઘણાં લોકો કે જેઓ હતાશ છે તેઓને આલ્કોહોલ અથવા ડ્રગ્સની સમસ્યા પણ હોય છે અને આનાથી મૂડ, ઊંઘ અને સૂઝબૂઝમાં દખલ કરી શકે છે, તેથી ડિપ્રેશન (Depression)માટે લેવાતી દવાઓની અસરકારકતામાં પણ ઘટાડો થઇ શકે છે.

આ પણ વાંચોઃ 'રાગી'ના પોષણ મૂલ્યને જાણો છો ?

આ પણ વાંચોઃ Fruits And Vegetables ખાતાં બાળકો માટે ખુશખબર, કેમ કે એક બહુ મોટો લાભ મળે છેઃ અભ્યાસ

ABOUT THE AUTHOR

...view details