શું તમે ઇચ્છો છો કે તમારા હોઠ નરમ અને સુંદર (Beauty Tips for Lips) હોય, તમારા ચહેરા પર સંપૂર્ણ ચમક આવે? "હોઠમાં સેબેસીયસ ગ્રંથીઓ ન હોવાથી તે સરળતાથી સુકાઈ જાય છે અને ફાટી જાય છે. તેનાથી વિપરીત તેલના સ્ત્રાવ માટે જવાબદાર સેબેસીયસ ગ્રંથિની હાજરીને કારણે આપણી ત્વચા નરમ અને કોમળ રહે છે. અને આ જ કારણ છે કે જે લોકો પોતાના હોઠ ચાવવાની વૃત્તિ ધરાવે છે તેમના હોઠ વધુ સુકા બની જાય છે. સૌંદર્ય નિષ્ણાત શહનાઝ હુસૈન (Revive Your Lips) આમ કહે છે.
શહનાઝ હુસૈનની હોઠ સુકોમળ બનાવતી ટિપ્સ
શિયાળામાં શુષ્કતા હોઠમાં ચીરા પડવાનું કારણ (lips care during winters) બની શકે છે, જ્યારે ઉનાળા દરમિયાન હોઠ સૂકા થઈ શકે છે અથવા સનબર્ન થઈ શકે છે. તેથી, વ્યવસ્થિત સંભાળની નિયમિતતા સાથે આખું વર્ષ તમારા હોઠ પર (Revive Your Lips) ધ્યાન આપો. શહનાઝની વિવિધ હોઠ-પૌષ્ટિક ટિપ્સ જાણવા આગળ વાંચો:
એક્સફોલિએશનથી શરૂ કરો
મૃત કોષો આપણી નરી આંખે દેખાતા નથી પણ તે કુપોષિત હોઠ પર હાજર હોય છે. જેમ કે તે તમારા શરીરના બાકીના ભાગમાં હોય છે અને આ થાય છે ત્યારેે એક્સફોલિએશન કામમાં આવે છે. એક્સફોલિએશન હોઠમાં રક્ત પરિભ્રમણને (lips care during winters) સુધારે છે, તેમને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન (Beauty Tips for Lips) પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે, પરિણામે હોઠ યુવાન અને સ્વસ્થ (Revive Your Lips) દેખાય છે. જો કે તમારા હોઠ પર ફેશિયલ એક્સ્ફોલિયેટરનો ઉપયોગ કરશો નહીં. શુષ્કત્વચાને દૂર કરવા માટે ફક્ત હોઠને નરમ, ભેજવાળા ટુવાલથી ઘસો.
તમે એક્સફોલિએશન પ્રક્રિયા શરૂ કરો તે પહેલાં ખાતરી કરો કે હોઠની સપાટી યોગ્ય રીતે સાફ થઈ ગઈ છે. ઘણા ઘટકો ઉપલબ્ધ છે જે તમને આશ્ચર્ચચકિત કરતાં પરિણામો આપશે. જેમ કે:
ગ્રાઉન્ડ ઓટ્સ, ખાંડ, મધ અને વનસ્પતિ તેલ
ખાંડ, નાળિયેર તેલ, તજ અને મધ
નારંગીની છાલનો પાવડર, બ્રાઉન સુગર અને બદામનું તેલ
નાળિયેર તેલ, મધ, બ્રાઉન સુગર અને હૂંફાળું પાણી
ગ્રાઉન્ડ કોફી, ખાંડ, મધ અને બદામ તેલ
લીંબુનો રસ, પેટ્રોલિયમ જેલી અને ગ્રાઉન્ડ ખાંડ
આટલી કાળજી લો
ઉપર દર્શાવેલ ઘટકો સસ્તા અને વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. તે ન માત્ર તમારા હોઠને ખૂબ જ જરૂરી ભેજ અને પોષક તત્ત્વો પૂરા પાડશે, સાથે એન્ટિસેપ્ટિક ફાયદા (Revive Your Lips) પણ થશે. તમારા હોઠને સ્ક્રબ કરતી વખતે કટ અથવા રક્તસ્રાવ અટકાવવા માટે, દાણાદાર પદાર્થો (Beauty Tips for Lips) સાથે અત્યંત હળવા હાથથી ઘસો.
આ પણ વાંચોઃ Benefits Of Sunlight: શિયાળાની ઋતુમાં શરીર માટે વરદાન છે તડકો, અનેક બીમારીઓનો કરે છે નાશ
લિપ માસ્કનો ઉપયોગ કરો