ન્યૂઝ ડેસ્ક:આજકાલ હાર્ટમાં બ્લોકેજની સમસ્યા (Problem Of Heart Blockage) ઘરે ઘરે જોવા મળે છે, ત્યારે મોટાભાગના લોકો હાર્ટમાં બ્લોકેજ નામથી તો પરિચિત છે, પરંતુ લોકો આ સમસ્યા શું છે, આ માહિતીનો અભાવ છે. હૃદયમાં અવરોધ આવવાના ઘણા કારણો (Reason Of Heart Blockage) હોય શકે છે. આ માટે ETV ભારતે તે વિશે વધુ માહિતી મેળવવા માટે દિલ્હીના નિવૃત્ત કાર્ડિયોલોજિસ્ટ ડૉ. વિવેક સી. બત્રા સાથે સંપર્ક કર્યો હતો.
જાણો ક્યારે થશે હાર્ટ બ્લોક
ડો. વિવેક જણાવે છે કે, જ્યારે કોઈ કારણસર હૃદયની નળીઓમાં બ્લોકેજ હોય, ત્યારે હાર્ટ બ્લોકેજ થાય છે. આ સંજોગોમાં હૃદય કામ કરવાનું બંધ કરી દે છે. આ બાદ હૃદયમાં હાજર ઇલેક્ટ્રિકલ સિસ્ટમ પ્રભાવિત થાય છે. તેના લીધે હૃદયમાં લોહી પંપ કરવાની પ્રક્રિયા અને રક્ત પરિભ્રમણ પ્રભાવિત થવા લાગે છે. સાથે જ જણાવે છે કે, હૃદયમાં બ્લોકેજ કોરોનરી ધમની બિમારીથી (Coronary Artery Disease) તદન ભિન્ન છે.
જાણો હૃદયમાં બ્લોકેજના કારણો વિેશે
હૃદયમાં બ્લોકેજ થવાના વિવિધ કારણો છે. તેમાંથી મેડિકલ કારણો વિશે વાત કરીએ તો, ઘણી વખત ગર્ભમાં વિકાસ પામતા બાળકના હૃદયનો જન્મ પહેલા યોગ્ય વિકાસ ન થાય તો બાળક જન્મતા જ સમયે આ સમસ્યાનો સામનો કરવો પડે છે.
જાણો કોને વધુ ધ્યાન રાખવું આવશ્યક
આ ઉપરાંત જેમની હાર્ટ સર્જરી થઈ હોય અથવા જેને કોઈ પણ પ્રકારની હૃદયની બીમારી હોય, તેમને પણ આ સમસ્યા થવાની શક્યતા રહે છે. આ સાથે કેટલીક દવાઓની આડઅસર, લોહીમાં ગંઠાઈ જવાની સ્થિતિ અથવા કોઈ ચેપ અથવા રોગને કારણે હૃદયની નળીઓમાં બ્લોકેજની સમસ્યા ઉત્પન્ન થાય છે.
આ પણ વાંચો:Benefits Of Garlic: જાણો લસણ શરીરને કઇ રીતે ફાયદો પહોંચાડવામાં કરે છે મદદ
કળિયુગની બેઠાડુ જીવનશૈલી ભાગ ભજવે છે
આજના આ કળિયુગે લોકોને બેઠાડુ જીવનશૈલી કરી નાખી છે. જેની આડ અસરોને પગલે મોટાભાગે પુખ્ત વયના લોકો આ બીમારીથી પીડાતા જોવા મળે છે. આ સંદર્ભે જીવનશૈલીના પરિબળો વિશે વાત કરીએ તો, બેડ કોલેસ્ટ્રોલ, બિન આરોગ્યપ્રદ આહાર અથવા કુટેવોને લીધે શરીરમાં સર્જન થતી ચરબી અને ફાઇબર પેશી સ્વાસ્થ્યને અસર કરે છે. જેમ કે નિષ્ક્રિય જીવનશૈલી, ઊંઘનો અભાવ, વધુ પડતા નશીલા પદાર્થનું સેવન અથવા ધૂમ્રપાન વગેરે. આની અસર એક સાથે હૃદયના બ્લોકેજનું કારણ બને છે.
હૃદયની નળીમાં બ્લોકેજ થતા હાર્ટ બિટ પર અસર
ડૉ. વિવેક વિગતે જણાવે છે કે, સામાન્ય રીતે હૃદયની નળીમાં બ્લોકેજ થતા હાર્ટ બિટ પર અસર કરે છે. એટલે કે, તે સામાન્ય ઘોરણ કરતા ધીમી ગતિએ ધબકે છે. આ ઉપરાંત, જ્યારે હૃદયની નળીમાં અવરોધને કારણે હૃદયમાં રક્ત પંપ પ્રક્રિયા થતી નથી. આ પરિસ્થિતિમાં વ્યકિતને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અને અસ્વસ્થતા અને ચક્કર જેવી પીડા સહન કરવી પડે છે. આ સાથે તેઓ કસરત, સીડીઓ ચડવી આ બાબતમાં તકલીફ અનુભવે છે.
આ બીમારીથી પીડાતા લોકોએ આ બાબતોનું ધ્યાન રાખવું
ડૉ. વિવેક કહે છે કે, જે લોકોને કોઈ પણ પ્રકારના હૃદય રોગ હોય અથવા જેમની હૃદયની સર્જરી થઈ હોય તેઓએ તેમના ડૉક્ટરની સલાહનું સખ્ત પણે પાલન કરવું જોઈએ. સાથે જ નિયમિતપણે ચેક-અપ અને દવાઓ સિવાય યોગ્ય અને સંતુલિત આહાર જ લેવો જોઈએ. આ સંદર્ભે ધૂમ્રપાન અથવા આલ્કોહોલ પીવાનું ટાળવું જોઇએ. આ ઉપરાંત ડૉક્ટરની સલાહ અને તેમના દ્વારા સૂચવવામાં આવેલી કસરતો નિયમિતપણે કરવી જોઈએ. આ સિવાય શ્વાસ લેવામાં તકલીફ અથવા હૃદય સંબંધિત કોઇ પણ પ્રકારની સમસ્યાને નજરઅંદાજ કરવી જોઈએ નહીં. આ સાથે વ્યકિતએ તેમના બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, થાઇરોઇડ સ્તર અને વજનને નિયંત્રણમાં કંટ્રોલમાં રાખવાનો પ્રયાસ કરવો.
આ બીમારીનો ઇલાજ કરવાથી ડરવું જોઇએ
ડૉ. વિવેક સમજાવે છે કે, ઘણીવાર કોઈ વ્યકિત હૃદયમાં બ્લોકેજની બીમારીથી અવગત થાય છે, ત્યારે તેની સારવાર લેવાથી ડરતો હોય છે, તો કેટલાક અંધશ્રદ્ધાનો ભોગ બને છે. તે વ્યક્તિ સારવાર માટે તબીબી સહાયને બદલે અન્ય આડકતરી વિવિધ પ્રકારની પધ્ધતિઓ અજમાવે છે. જેના પગલે ઇલાજમાં વિલંબ આવે છે, તેના લીધે સમસ્યાનો ખતરનાક સ્તર પર પહોંચી જાય છે. ઉલ્લેખનીય છે કે, વ્યકિતએ આ બીમારીની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ. તેના અનુસંધાને, ડૉ. વિવેક હૃદયની નળીઓમાં બ્લોકેજ સમયે કેટલીક મહત્વની ધ્યાન રાખવાની બાબતો જણાવે છે..
બ્લોકેજ સમયે ધ્યાન રાખવાની મહત્વની બાબતો
તળેલા અને મસાલેદાર ખોરાક, બજારના નાસ્તા, પ્રોસેસ્ડ ફૂડ, જંક ફૂડ, વધુ ચરબીયુક્ત ડેરી ઉત્પાદનો અને વધુ મીઠા ખોરાકને ટાળવું જોઈએ. આ સ્થિતિમાં, ડોકટરો અમુક પ્રકારના શાકભાજી, અનાજ અને ફળોને અમુક સમય માટે ત્યાગ કરવાનુ સૂચન કરે છે.
ડૉક્ટર પાસે નિયમિત ચેકઅપ કરાવો અને બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરો.
સૂચિત દવાઓ નિયમિતપણે લો.
આ પણ વાંચો:Skin Care Tips: પુરુષો રાખી શકે છે આ રીતે ત્વચાની સંભાળ