- કોરોના સંક્રમણથી પીડિત ગર્ભવતી મહિલાઓ માટે નવું જોખમ
- ગર્ભવતી મહિલાઓને પ્રીએક્લેમપ્સિયા થવાનો ખતરો વધારે
- ફેડરલ યુનિવર્સિટી ઑફ સાઓ પાઉલો મેડિકલ સ્કૂલના સંશોધકોનો દાવો
- ગર્ભમાં રહેલા બાળકને પણ થાય છે નુકસાન, વિકાસમાં અવરોધ પેદા કરે છે
બ્રાઝિલની ફેડરલ યુનિવર્સિટી ઑફ સાઓ પાઉલો મેડિકલ સ્કૂલના સંશોધકો દ્વારા કરવામાં આવેલી એક વૈજ્ઞાનિક સમીક્ષામાં સામે આવ્યું છે કે કોરોના સંક્રમણથી પીડિત ગર્ભવતી મહિલાઓમાં પ્રીએક્લેમપ્સિયા થવાનો ખતરો વધારે હોય છે.
માતાનું બ્લડ પ્રેશર અનિયંત્રિત બને છે
ઉલ્લેખનીય છે કે પ્રીએક્લેમપ્સિયા એક ગર્ભાવસ્થા સાથે જોડાયેલી અવસ્થા છે, જે સામાન્ય રીતે ગર્ભાવસ્થાનો અડધો તબક્કો પાર કરી લીધા બાદ અથવા પછી બાળકના જન્મના કેટલાક સમય બાદ થાય છે. ગર્ભાવસ્થાના 20 અઠવાડિયા બાદ આના વિકસિત થવાની સંભાવના સૌથી વધારે હોય છે. પ્રીએક્લેમપ્સિયાના કારણે અપરા એટલે કે પ્લેસેન્ટામાંથી લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે, જેના કારણે માતાનું બ્લડ પ્રેશર અનિયંત્રિત બની શકે છે અને ગર્ભમાં રહેલા બાળકને પૂરતાં પ્રમાણમાં ઑક્સિજન અને પોષક તત્વ નથી મળી શકતાં. આના કારણે તેના વિકાસમાં અવરોધ ઉભો થઈ શકે છે. આ અવ્યવસ્થા માતા અને બાળક બંનેને ગંભીર નુકસાન પહોંચાડે છે.
શરીરમાં પ્રોટીનને નુકસાન થાય છે
જર્નલ ક્લિનિકલ સાયન્સમાં પ્રકાશિત આ સમીક્ષામાં આંકડાના એક મોટા સેટનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં તારણ નીકળ્યું કે ગર્ભાવસ્થા દરમિયાન કોરોના સંક્રમણ થવાથી ACE2 કાર્ય પર અસર પડે છે, જેનાથી શરીરમાં પ્રોટીનને નુકસાન થઈ શકે છે, જે પ્લેસેંટાના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવે છે. સાથે જ ACE2ના કાર્યના પ્રભાવિત થવાના કારણે માતાના બ્લડ પ્રેશરને પણ અસર થાય છે.
ACE2 એક પ્રકારનું પ્રોટીન છે, જે કોરોના ચેપથી પ્રભાવિત કોષો (ACE2 રીસેપ્ટર)ને બાંધવાનું કામ કરે છે. ઉલ્લેખનીય છે કે ACE2 સ્તરોમાં ફેરફાર બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે તેમના પર નિર્ભર સિસ્ટમોની કામગીરીમાં વિક્ષેપ પાડે છે.